<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ચાંવડ પાસે ચાલીને જતાં પ્રૌઢને અજાણ્‍યા વાહને હડફેટે લેતા મોત

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૪: લાઠી તાલુકાના ચાવંડ હાઇવે ઉપર સુકુન કાઠીયાવાડી ઢાબા નજીક વિરપુર ગામના નાનાભાઈ સુરેશભાઈ લાઠીથી ચાલીને વિરપુર જતાં હતાં તે દરમિયાન ચાવંડ રોડ ઉપર કોઈ અજાણ્‍યા વાહનચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવી સુરેશભાઈને હડફેટે લઇ માથામાં ગંભીર ઇજા પહોંચાડી તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી મોત નિપજાવી નાસી ગયાની અશોકભાઈ શાંતિભાઈ ચૌહાણએ લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધારી વેકરીયાપરામાં બે જુથ વચ્‍ચે ધિંગાણુ

ધારીના વેકરીયાપરામાં નર્મદેશ્વર સોસાયટીમાં રહેતાં કનુભાઈ ઘુસાભાઈ ગુર્જરવાડીયા ઉ.વ.૪૫ની દિકરીનું એકાદ વર્ષ પહેલા અપહરણની ફરિયાદ નોંધાયેલ હોય જેથી કનુભાઇના સાક્ષી અજયભાઈ ધનજીભાઈ રાણાવાડીયાને અરવિંદ હરેશભાઈ, શૈલેષ હરેશભાઇ રાણાવાડીયાએ ગાળો આપેલ હોય જેથી કનુભાઈ અને તેના કુટુંબી ઠપકો આપતા સારૂ નહીં લાગતાં અરવિંદ હરેશભાઈ, શૈલેષ હરેશભાઈ, ભાવેશ મધુભાઈ રાણાવાડીયા, રણજીત મંગળુભાઇ બારૈયા, હરેશ લીંબાભાઇ રાણાવાડીયાએ પાઈપ, પથ્‍થર અને લાકડી વડે ચંદુભાઈના માથામાં પથ્‍થર વડે ભાવેશે ઇજા કરી અરવિંદ, શૈલેષ, ભાવેશે પાઇપ વડે હિરેનભાઇને આડેઘડ મારમારી ભાવેશ લાકડી વડે કનુભાઈના બાપુજીને માથામાં મારમારી ગાળો બોલી ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે શૈલેષભાઇ હરેશભાઈ રાણાવાડીયા ઉ.વ. ૨૬ને વિક્રમ મનસુખભાઈ, અજય ધનજીભાઈ રાણાવડીયા, હિરેન કનુભાઈ ગુર્જરવાડીયાએ શૈલેષભાઇના ઘર પાસેથી ટુ વ્‍હીલ ગાડી લઇને નિકળેલ તેથી અરવિંદભાઇએ અજયને ગાડી ધીમે ચલાવવા ઠપકો આપતાં સારૂ નહીં લાગતાં માથાકુટ કરેલ હોય તે મનદુઃખ રાખી કનુ ઘુધાભાઈ ગુર્જરવાડીયાએ પાઈપ વડે શૈલેષભાઈને માથામાં માર મારી સાત ટાંકા આવે તેવી ઇજા કરી રાજુ ચંદુભાઇ ગુર્જરવાડીયાએ લાકડી વડે આડેધડ મારમારી ચંદુ ઘુધાભાઈ ગુર્જરવાડીયાએ અરવિંદભાઈને મારી નાખવાના ઈરાદે કુહાડીનો એક પા માથામાં મારી ગંભીર ઈજા કરી અજયે અરવિંદભાઈને લાકડી વડે આડેઘડ મારમારી હિતેષ, વિક્રમ મનસુખભાઈ, ધુધા ગુર્જરવાડીયાએ લાકડી વડે પ્રદિપભાઈ, રણજીતભાઈ તથા ભાવેશભાઇને આડેધડ મારમારી શરીરે મુંઢઈજા કરી હિરેન કનુભાઈ ગુર્જરવાડીયાએ શૈલેષભાઇ તથા અન્‍યો ઉપર છુટા પથ્‍થરના ઘા મારી ઇજા કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 અમરેલીના શિવ રેસીડેન્‍સીમાં પ્રૌઢ ઉપર હુમલો

અમરેલી તાલુકાના શિવ રેસીડેન્‍સી લીલીયા રોડ અમરેલી ખારાવાડીની સામે રહેતાં નિમિતભાઈ રાજેન્‍દ્રભાઈ ઠાકર ઉ.વ.૪૨ તથા આરોપીઓ અને સોસાયટીના લોકો વચ્‍ચે ગણપતિ ઉત્‍સવ નિમિતે મિટીંગનું આયોજન કરેલ તે દરમિયાન આરોપીઓએ નિમિતભાઈ સાથે મનદુઃખ રાખી ફુલીબેન બાવચંદભાઈ, ધર્મેશ ભાવચંદભાઈ કાનપરીયા, નરેન્‍દ્ર બાવચંદભાઈ, પ્રફુલ કાછડીયા, લલીત હિરપરા, ધવલ બિપીનભાઈ જીવાણી, સુધિર કાયરોટીયા, વિમલ ગોહિલે વારા ફરતી આવી ગાળો બોલી ઢીકાપાટુ અને છરી વડે બન્ને હાથે ઈજા કરી ડાબા હાથે કોણી પાસે પાંચ ટાંકા લાવી તેમજ છાંતીમાં ઇજા કરી વાસના ઠંડા વડે વાસામાં મારમારી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ખાંભામાં પ્રૌઢ ઉપર હુમલો

ખાંભા અંબીકા નામની દુકાને છોટુભાઈ બાબુભાઈ કામળીયા ઉ.વ..પર ના મકાનની અગાસી ઉપર ગત રાત્રીના મિલન સુરેશભાઈ સાવલીયાને છોટુભાઈએ સમજાવેલ કે મારા મકાનની અગાસી ઉપર આવતો નહીં જેથી છોટુભાઈ સુરેશભાઈ સાવલીયાની દુકાને જઇ ઠપકો આપતા હોય કે તમારા દિકરા મિલનને સમજાવજો કે મારા મકાનની અગાસી ઉપર આંટાફેરા ન કરે તે દરમિયાન મિલનને સારૂ નહીં લાગતા ઉશ્‍કેરાઈ દુકાનમાંથી લાકડી લઈ આવી છોટુભાઈને જમણા હાથે કાંડા ઉપર લાકડીનો એક થા મારી સુરેશે બે હાથે પકડી લઈ મિલને લાકડીના બે થા પીઠ પાછળ વાસામાં મારી જમણા હાથે કાંડા ઉપર ફેક્‍ચર લાવી ઇજા કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(11:06 AM IST)