News of Wednesday, 4th September 2024
જૂનાગઢના આધેડ પર ઝાપોદડ ગામે શેઢા પાડોશીનો પાઇપ વડે હુમલોઃધમકી
અગાઉના મનદુઃખથી નવાગામનાં આધેડને ધોકામાર્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૪: જૂનાગઢના ટીંબાવાડીનાં ભક્તિનગરમાં આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા ૫૫ વર્ષીય અરવિંદભાઈ ભીમજીભાઇ ઉકાણીની વંથલી તાલુકાના ઝાપોદડ ગામે ખેતીની જમીન આવેલ છે.
ત્રણ મહિના અગાઉ ખેતરના શેઢા ના પાડા બાબતે શેઢા પાડોશી કિરીટ વલ્લભ ડેડાણીયા સાથે બોલચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી કિરીટે અરવિંદભાઈને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા આઘેડને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે વંથલી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
ધોકા મારી ધમકી આપી
વંથલી તાલુકાના નવાગામ મહોબતપુરમાં રહેતા ૫૦ વર્ષીય ચંદુભાઈ ખીમાભાઈ સોંદરવાને ગોવિંદ હીરાભાઈ, કંચનબેન ગોવિંદ, સંધ્યા અને દિવ્યાએ અગાઉનું મનદુઃખ રાખી ગાળો કાઢી હતી. અપશબ્દો બોલવાની ના પાડતા તમામે ઉશ્કેરાઈ જઈને ચંદુભાઈ ને બંને પગ અને માથાના ભાગે ધોકા વડે માર મારી ગામ છોડી જતા રહેવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
