News of Wednesday, 4th September 2024
જેતપુર નવાગઢ હવેલીમાં વૈશ્ણવાચાર્ય કૃષ્ણકુમારજીના સાનિધ્યમાં નંદમહોત્સવ ઉજવાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૪: શહેરના સુદામા નગર ખાતે આવેલ શ્રી પુરૂષોતમધામ તેમજ નવાગઢ શ્રી વ્રજધામ હવેલી ખાતે ક્રાંતીકારી વૈશ્ણવાચાર્ય પૂ. કૃષ્ણકુમારજી મહોદય તથા આશ્રય કુમારજીના સાનિધ્યમાં ભવ્ય નંદમહોત્સવ પલના ઉજવાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ રાત્રે ૧૨ કલાકે ઉજવ્યા બાદ બીજા દિવસે હવેલીમાં નંદમહોત્સવનો આયોજન કરાય છે. આ બંને હવેલીઓમાં વૈશ્ણવો દરેક ઉત્સવોની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. પૂજ્ય કૃષ્ણકુમારજી મહોદય તથા આશ્રયકુમારજી મહોદય (કડી-અમદાવાદ)સહ પરીવાર પધારી દર્શનનો લ્હાવો આપતા હોય લોકોની આસ્થા વધી છે. નંદોત્સવમાં બહોળી સંખ્યામાં વૈશ્ણવો ઉમટી પડતા ગોકુળ જેવું વાતાવરણ બની ગયુ હતું. આ ઉત્સવમાં શહેરના અગ્રણીઓ આગેવાનો જોડાયા હતા.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
