News of Wednesday, 4th September 2024
ગોંડલમાં ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સરસ્વતી સન્માન : વિશિષ્ટ વ્યકિતઓનું અભિવાદન

ગોંડલ : શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ ગોંડલ દ્વારા સરસ્વતી સન્માન તથા વિશિષ્ટ સન્માન કાર્યક્રમ ‘‘મણિદ્વીપ ધામમાં આવેલ માતળશ્રી મંજુલાબેન દવે અને મામાશ્રી નાનાલાલભાઈ ભટ્ટ સભા ગળહ''માં યોજવામાં આવેલ. જેમાં અધ્યક્ષ સ્થાને કુમાર સાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ,હવા મહેલ ઉપસ્થિત રホા હતા. સાથે પ્રમુખ રવિદર્શનજી વ્યાસ, ઉપ પ્રમુખ રશ્મિનભાઈ જોશી, નવાગામથી આશિષભાઈ ભટ્ટ, રાજકોટ થી કશ્યપભાઈ ભટ્ટ વિગેરે મહાનુભાવો જોડાયા હતા. ૯૦ બાળકોને શીલ્ડ તથા અભ્યાસની કીટ મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ -તિભામાં મહર્ષિ વ્યાસ અને આયુશીબેન વ્યાસ નું રિનોવડ શૂટર તરીકે તથા કરાટે ચેમ્પિયન આદિત્ય જોશી નું સન્માન કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારના કુમાર શ્રીજ્યોતિર્મયસિંહજી ને સન્માન પત્ર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા બ્રહ્મદેવોઍ આશિર્વચનો પાઠવ્યા હતા. પર દાદા બાપુ ર્સ ભગવતસિંહજીના પગલે ચાલી પ્રજાકીય કાર્યો કરી ગોંડલની નવી ઊંચાઈઍ લઈ જાય તેવા સુભાષિસ પાઠવ્યા હતા. શાબ્દિક સ્વાગત કેવલ્યભાઈ જોશી, પ્રાર્થના ગીત રૂપલબેન ભટ્ટ અને આભાર વિધિ પુનિતભાઈ ભટ્ટે કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી મનીષભાઈ જોશી કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નીરજભાઈ ઠાકર, પુનિતભાઈ ભટ્ટ, કળણાલભાઈ ભટ્ટ, કેદાર ભાઈ ભટ્ટ, પંકજભાઈ પંડ્યા, પંકજભાઈ દવે, વિવેકભાઈ ભટ્ટ, આશિષભાઈ પંડ્યા, ધર્મેશભાઈ પંડ્યા, કેવલ્ય ભાઈ જોશી, ભાસ્કરભાઈ વ્યાસ, જલ્પનભાઈ જોશી વિગેરેઍ તથા લેડીઝ ક્લબમાં પ્રમુખ આયુશી બેન વ્યાસ, ઉપ-મુખશ્રી હેતલબેન રશ્મિનભાઈ જોશી, સેક્રેટરી મિતલબેન ઠાકર, જોઇન્ટ સેક્રેટરી શિવાનીબેન જોશી, ખજાનચી દેવયાની બેન જોશી, માધવીબેન પંડ્યા, વિભાબેન ભટ્ટ, ખ્યાતિ બેન પંડ્યા, શીલાબેન ભટ્ટ, અમીબેન ભટ્ટ, મીનાબેન દવે અને હેતલબેન જોશી ઍ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે શ્રી રશ્મિનભાઈ લાભશંકરભાઈ જોશી તરફથી બ્રહ્મ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
