<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

બેંક ગ્રાહકો આફ્રિન પોકારી ઉઠે તેવી સેવા દ્વારા ખાનગીકરણ રોકવા દ્રઢ નિર્ધાર

ઓલ ઇન્‍ડિયા ઓફિસર યુનિયનની ગુજરાતની સામાન્‍ય સભામાં મહત્‍વના ગ્રાહકલક્ષી નિર્ણયોઃ નવા હોદેદારો નિમાયા, સ્‍ટાફની ઘટ દુર કરવા, હુમલાઓ અટકાવવા વિગેરે બાબતે મંથનઃ નિલેશ રાડિયા

રાજકોટ તા.૪: ગ્રાહકોને ખુબ જ સારી અને સંતોષકારક સુવિધાઓ આપી બેંક ગ્રાહકો પ્રસન્ન થાય તે રીતે કાર્ય કાર્ય કરી બેંકોનું ખાનગીકરણ સરકાર ન કરે તેવા ભગીરથ પ્રયત્‍નો કરવા ઓલ ઇન્‍ડિયા બેંક ઓફિસર યુનિયન દ્વારા દ્રઢ નિર્ણય કરાયો હોવાનું બેંક ઓફિસર યુનિયનનાં અધ્‍યક્ષ નિલેશભાઇ રાડિયા દ્વારા જણાવાયું છે.

દેશની તમામ સરકારી બેંકોની સાથે ઓલ્‍ડ જનરેશન પ્રાઈવેટ બેંકો તેમજ રિઝનલ બેંકોના અધિકારીઓની સૌથી મોટી સંસ્‍થા ઓલ ઇન્‍ડિયા બેંક ઓફિસર્સ કોન્‍ફેડરેશનની ગુજરાત બ્રાંચની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે નવી કારોબારીની રચના કરવાની સાથે તમામ બેંકોમાં ગ્રાહકોને સારામાં સારી સુવિધા મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં ભરવાનો અધિકારીઓએ નિર્ણય કર્યો હતો. તેની સાથે જ બેંકોનું ખાનગીકરણ કરવાની કામગીરી સરકાર દ્વારા ફરીથી શરૂ ન કરવામાં આવે તે માટે ગ્રાહકોને સારી સુવિધા આપવાની સાથે જે બેંકોમાં હજુ સુધી હેલ્‍પ ડેસ્‍ક શરૂ કરાયો નથી ત્‍યાં હેલ્‍પડેસ્‍ક શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઓલ ઈન્‍ડિયા બેંક ઓફિસર્સ કોન્‍ફેડરેશન ગુજરાતના અધ્‍યક્ષ નિલેશ રાડિયાએ ઉપરોક્‍ત માહિતી આપતા જણાવ્‍યું કે, આ સંસ્‍થા દેશભરમાં ૩.૨૦ લાખ સભ્‍યો તેમજ ગુજરાતમાં ૧૩ હજારથી વધુ સભ્‍યો ધરાવતી દેશની સૌથી મોટી સંસ્‍થા છે, સંસ્‍થાની બેઠકમાં ગુજરાતભરમાંથી તમામ બેંકોના ૨૬૦ જેટલા ડેલિગેટ્‍સ હાજર રહ્યા હતા. નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં તેમની અધ્‍યક્ષ તરીકે તેમજ દિનેશ વાઘેલાની જનરલ સેક્રેટરી તરીકે તેમજ શ્વેતાંગ ત્રિવેદીની ટ્રેઝરર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેની સાથે જ અન્‍ય કારોબારીના સભ્‍યો મળી કુલ ૨૦ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત બેંકોમાં આવતી મહિલાઓને થતી સમસ્‍યા, બેંક કર્મચારીઓની ઘટ, નજીવી બાબતમાં બેંક મેનેજરો પર થતા હુમલા જેવી ઘટનાઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે જ આ તમામ સમસ્‍યાઓના નિકાલ માટે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત પણ કરી શકય હોય ત્‍યાં ઝડપથી ઉકેલ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એજ રીતે બેંક કર્મચારીઓનું જીવન વધુ સરળ કઈ રીતે થઈ શકે છે તે અંગે નિષ્‍ણાંતોએ માર્ગદર્શન આપ્‍યું હતું.

વધુમાં બેંકોનું ભવિષ્‍યમાં પણ ન થાય તે માટે હાલ તમામ બેંકોમાં ગ્રાહકોને સારામાં સારી સુવિધા મળી રહે તે માટે હેલ્‍પ ડેસ્‍ક શરૂ કરવાની સાથે સરકારની તમામ યોજનાઓ અને ગ્રાહકોને મળતી ડાયરેક્‍ટ બેનિફિટ સ્‍કીમોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કામગીરી વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મેમનગર સ્‍થાનકવાસી જૈન સંઘમાં શાલી ભદ્રનુ નાટક આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં નાના બાળકોએ જૈન મુનિને વહોરાવવા, અને મળત્‍યુ પામ્‍યો ત્‍યારે તેનાં ઉત્‍કળષ્ટ ભાવના કારણે નવા ભવમાં ખૂબ ધનવાન કુટુંબમાં શાલીભદ્ર તરીકે જન્‍મ પામે છે. તે અંગેના નાટકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમ અભય મુનિ, દીપ મુનિના માર્ગદર્શન હેઠળ ઉજવાયું હતું. દર વર્ષે યોજાયા આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં

(1:33 PM IST)