<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

જેતપુર ચેમ્‍બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની હાજરીમાં યોજાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૪ :.. શહેરના વેપારીઓની સંસ્‍થા ચેમ્‍બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભાનું આયોજન તા. ૬ ને શુક્રવારે સાંજે પ-૩૦ કલાકે રોટરી હોલ, જુનાગઢ રોડ ખાતે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, અગ્રણી ઉદ્યોગપતિ રાજૂભાઇ હિરપરા, મનસુખભાઇ ખાચરીયા, ડાઇંગ એન્‍ડ પ્રિ. એસો.  પ્રમુખ જયંતીભાઇ રામોલીયા સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહેશે.

આ સભામાં શહેર પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ અંગે માહિતી આપશે તેમજ નાગરીક બેંક દ્વારા ઉદ્યોગ વિકાસ માટે બેંકની લોન, સરકારની ઔદ્યોગીક પોલીસી અંગે જીલ્લા ઉદ્યોગ અધિકારીઓ માર્ગદર્શન આપશે. તો આ સભામાં હાજરી આપવા. ચેમ્‍બર્સ પ્રમુખ છગનભાઇ ઉસદળીયા, સેક્રેટરી હરેશભાઇ ગઢીયાની યાદીમાં જણાવ્‍યું છે.

(1:35 PM IST)