News of Wednesday, 4th September 2024
અમરેલી જીઆઇડીસીના રસ્તા મુદ્દે લોકો દ્વારા ચક્કાજામ
લત્તાવાસીઓએ ફેન્સીંગ કરેલ રસ્તો ખોલી નાંખ્યોઃ સિમેન્ટના પોલ તોડી નાખ્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૪: છેલ્લા ત્રણ મહિનાથી અમરેલી જીઆઇડીસીના હલાણ માટે ચાલતો મામલો આજે બીચક્યો છે અને સાંજે તોડફોડ અને ગરમા ગરમી સાથે લાઠી રોડ રેલ્વે ફાટકે લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા પોલીસ તંત્રઘટના સ્થળે દોડી ગયુ છે અને ચાર કલાકના ચકકાજામના અંતે ડીવાયએસપી ચિરાગ દેસાઇની ટીમે લોકોને ત્યાંથી દુર હટાવી માર્ગ ઉપર વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો છે
વિદ્યાનગર પાસેના રેલ્વે ફાટકે નીકળતો જીઆઇડીસીનો માર્ગ આ માર્ગ ઉપર તે માલીકીનો હોવાનું જણાવી જમીન માલીકે તેમની ઉપર સિમેન્ટના પોલથી ફેન્સીંગ કરી માર્ગ બંધ કર્યો હતો. ત્રણ મહિનાથી આ પરિસ્થિતી ઉભી થતા જીઆઇડીસીના કારખાનેદારો અને વિદ્યાનગરમાં આવેલ ૬૦ જેટલા બ્લોકના રહીશો તથાહનુમાનપરાની ૧૭ સોસાયટીઓના રહીશોનો આ લાઠી રોડને જોડતો માર્ગ બંધ થતા લોકો કોઇ રસ્તો ન નીકળવાને કારણે ત્રાહીમામ પોકારી ગયા હતા.
સાંજે બે હજાર લોકોનું ટોળુ ત્યાં દોડી આવ્યુ હતુ અને ફેન્સીંગ કરી બંધ કરાયેલા માર્ગને હાંકલા પડકારા સાથે ખોલી નાખ્યો હતો અને ફેન્સીંગ માટે વપરાયેલ સિમેન્ટના પોલ, પટ્ટા તોડી નાખી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અવર જવર શરૂ કરી હતી. આ ઘટના પછીની એક કલાકે જમીનના માલીકે જેસીબી સાથે સ્થળ ઉપર આવી પોતાની જમીનમાંજેસીબીથી ઉંડો ખાડો કરીહલાણ બંધ કરતાવિદ્યાનગર, હનુમાનપરા, જીઆઇડીસી સહિતના લોકોનું ટોળુત્યાં ઘસી આવ્યુ હતુ અને ત્યાં સુઘીમાં જેસીબીથી ઉંડો ખાડો કરી નખાતા આક્રોશ સાથે લોકો લાઠી રોડ રેલ્વેફાટકે રામધુન સાથે ચક્કાજામ કરીબેસી ગયા હતા.
લોકોએ જણાવ્યુ હતુ કે, જો આ જમીન ખાનગી હોય તો તેમાં સ્ટ્રીટલાઇટ, ગેસની લાઇન, ગટર લાઇન, પાણીની પાઇપલાઇન, ટેલીફોનના વાયરો, રેલ્વેનું હલાણ, વિદ્યાનગરના ૬૦ બ્લોક માટેનું હલાણ છે તેવો દસ્તાવેજમાં ઉલ્લેખ છે જો આ જાહેર રસ્તો ન હોય તો આવી સુવિધા ખાનગી જમીનમાં કેવી રીતે હોઇ શકે ? તેવો સવાલ લોકો કરી રહયા હતા.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
