<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ધ્રાંગધ્રા હોસ્‍પિટલમાં લેબોરેટરી નજીક છતનાં પોપડા પડયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૬: ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાય સિંહજી હોસ્‍પિટલ હાલ પોતે જ માંદગીના બીચ્‍છાને નજરે ચઢી રહી છે રીફર હોસ્‍પિટલ થી જાણીતી અને વિવાદોમાં રહેતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્‍પિટલમાં લેબોરેટરી નજીક છતનાં પોપડા ખરતા હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ અને રોગી કલ્‍યાણ સમિતિ ની નિષ્‍ક્રિયતાની પોલ ખુલવા પામી છે.છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા વાસીઓ હોસ્‍પિટલાં ડો.ની પૂરતી બાબતે અનેક રજુવાતો કરી ચુક્‍યા છે તેમજ ભૂતકાળમાં આ હોસ્‍પિટલમાં ર્ડો અને સ્‍ટાફ ની મહેકમ મુજબ ભરતી કરવા ઉપવાસ આંદોલન પણ થઇ ચુક્‍યા છે.

બીજી તરફ ધ્રાંગધ્રા સિવિલ હોસ્‍પિટલમાં ઘણા વર્ષો થી રોગી કલ્‍યાણ સમિતિ માત્ર કાગળ ઉપર જ રહી છે જૂની સાવ બેકાર બનેલી સમિતિ ને બરખાસ્‍ત કરી નવી રચના કરવામાં નથી આવી રહી સામાન્‍ય છત જેવી બાબત રીપેરીંગમાં પણ જો આ હાલ હોય તો સરકાર અને સમિતિનો પૈસો ક્‍યાં વપરાય છે એનો સ્‍પષ્ટ જવાબ ઉચ્‍ચ વહીવટી તંત્ર માંગે તેં જરૂરી બન્‍યું છે જો કે હાલ સામાન્‍ય લાગતા છત નાં પોપડા પડવાના આ બનાવમાં કોઈ ઇજા પામ્‍યું નથી પણ આગામી સમયમાં મેનેજમેન્‍ટ વધુ ચોકસાઈ યુક્‍ત કામગીરી કરે તેં જરૂરી જણાઈ રહ્યું છે.

(10:19 AM IST)