News of Friday, 6th September 2024
ત્રંબા સોૈની યોજનાથી સોૈને ફાયદોઃ જસદણ, કોટડા પંથકના ૪૧ ગામોને સિંચાઇનો લાભ
સરકારના નિર્ણયને ‘સોળ આની' આવકારતા આપતા ભુપત બોદર

રાજકોટ તા.૬: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદરએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા રૂ.૨૩૫.૫૦ કરોડના ખર્ચે સૌની સિંચાઈ યોજનાને મંજૂર કરવાના નિર્ણયને આવકારી છે.ે રાજકોટ જિલ્લાના રાજકોટ જસદણ અને કોટડા સાંગાણી તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ચેક ડેમો નાની સિંચાઈ યોજના ના જળાશયોનો સોની લીંક -૩માં સમાવેશ કરવા વિવિધ ગામોને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા બાબતની યોજના ની વર્ષોથી આ પંથકના લોકો અને ખેડૂતોની માગ હતી. તેમજ આ અંતર્ગત ભુપત બોદરએ પણ પોતાના રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન સરકાર સમક્ષ રજૂઆતો કરેલ હતી.
પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા ૨૩૫.૫૦ કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી રાજકોટ તાલુકાના ત્રંબા ખાતે એક અલાયદૂ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પંપીંગ સ્ટેશનની ક્ષમતા આશરે એસી લાખ લિટર પ્રતિ કલાક જેટલી છે. જેમાં અલગ અલગ ક્ષમતા ધરાવતા કુલ ૧૧ પંપો મૂકવાનું આયોજન કરવામાં આવેલ છે.
આમ આ યોજનાથી રાજકોટ જિલ્લાના રાજકોટ જસદણ તથા કોટડા સાંગાણી વિસ્તારના કુલ ૪૧ ગામોમાં આશરે ૫૦૦૦ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા સુદઢ થશે અને સિચાઇના પાણીનો લાભ મળશે.આમ રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ત્રંબા સોની સિંચાઈ યોજનાને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાનુબેન બાબરીયાનો, સાંસદો પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા,કેસરીદેવ સિંહ ઝાલા, રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલનો પ્રમુખ ભુપત બોદરએ આભાર માનેલ છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
