<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

આટકોટ કન્‍યા છાત્રાલય દુષ્‍કર્મ પ્રકરણના આરોપી પરેશ રાદડીયાએ ધાર્મીક સ્‍થાનોમાં આશ્રય લીધો'તો

આજે પ દિ'ના રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશેઃ દોઢ મહિનાથી જુનાગઢ-સોમનાથમાં રોકાયાની પોલીસ સમક્ષ કેફીયત પીડીતાના વકીલના આક્ષેપો ખોટાઃ પોલીસ મથકમાં સીસીટીવી કેમેરા છે. સાચી હકિકત બહાર આવી જશેઃ આટકોટના પી.એસ.આઇ. સીસોદીયા

 

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૬: આટકોટની ડી. બી. પટેલ કન્‍યા છાત્રાલયના બહુચર્ચિત દુષ્‍કર્મ કાંડનો બીજો આરોપી પરેશ પ્રેમજીભાઇ રાદડીયા ગઇકાલે અચાનક નાટકીય ઢબે આટકોટ પોલીસમાં હાજર થતા પોલીસે ધરપકડ કરી આજે પ દિ'નારિમાન્‍ડી માંગણી સાથે કોર્ટમાં રજુ કરનાર છે. આરોપી પરેશ રાદડીયા છેલ્લા દોઢ માસથી જુનાગઢ-સોમનાથ ધાર્મીક સ્‍થાનોમાં આશ્રય લીધાની કબુલાત આપી હતી.

આટકોટની છાત્રાલયમાં બનેલા બહુચર્ચિત દુષ્‍કર્મ કમાંડનો બીજો આરોપી પરેશ પ્રેમજીભાઇ રાદડીયા (વિરનગર) ગઇકાલે બપોરે આટકોટ પોલીસ સ્‍ટેશન ખાતે અચાનક હાજર થતા પોલીસે ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પહેલા પરેશ રાદડીયાનાં આગોતરા જામીન નામંજુર થતા હવે હાઇકોર્ટ પણ નામંજુર કરશે તો ? એને લઇ સામેથી હાજર થયાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.

આજે આટકોટ પોલિસ અને તપાસનિસ મહિલા પી.આઇ. આર. એમ. રાઠોડ દ્વારા રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે. દોઢ મહિનાથી ફરાર પરેશ રાદડીયા ધાર્મીક સ્‍થાનો સોમનાથ-જુનાગઢમાં આશ્રય લીધો હોવાની પોલીસ સમક્ષ કેફીયત આપી હતી.

ગઇકાલે પીડીતાના વકિલ આનંદ યાજ્ઞિક પણ વરસતા વરસાદમાં આટકોટ આવ્‍યા હતા તેમણે સ્‍થાનિક પોલીસ સામે આક્ષેપો કર્યા હતાં તેમણે મીડીયાને જણાવ્‍યું હતું કે આરોપીને લોકઅપમાં રાખવાને બદલે પોલીસ તેની મહેમાનગતિ કરી રહી છે પરેશની સાથે તેના સગાઓ તેમજ બીજા આગેવાનો લોકઅપને બદલે રૂમમાં બેઠા છે!

આ બાબતે આટકોટ પી.એસ.આઇ. સીસોદીયાને પુછતા તેમણે જણાવ્‍યું હતું કે કાલે મીટીંગ હોય હું રાજકોટ હતો પરંતુ વકિલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્‍યા છેતેવું કશું નથી.

પોલીસ સ્‍ટેશનમાં સી.સી. કેમેરા લાગેલા જ છે તે જોવાથી સાચી હકીકત શું છે તે બહાર આવી જશે.

(12:08 PM IST)