<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

કંડલા પોર્ટ દ્વારા ૫૦૦ ઝુપડાઓનું દબાણ દૂર કરી ૪૦૦ કરોડની કિંમતની ૧૫૦ એકર જમીન મુકત કરાઇ

પોલીસના જણાવ્‍યા પ્રમાણે આ કામગીરી કોસ્‍ટલ સુરક્ષા માટે જરૂરી હતી, વર્ષો જૂની ઝુપડપટ્ટી ઓઇલચોરી, પોર્ટ ઉપર અને દરિયામાં જહાજોમાંથી થતી ચોરીઓનું કેન્‍દ્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૬: દેશના મહાબંદર કંડલા પોર્ટની હદમાં વર્ષો જૂની બના ઝુપડપટ્ટીના ૫૦૦ જેટલા ઝુપડાઓ દૂર કરી મોટાપાયે દબાણ હટાવ કામગીરી કરાતા દેકારો મચી જવા પામ્‍યો છે. પોર્ટ પ્રશાસન દ્વારા સુરક્ષા અને પોર્ટના વિકાસ હેતુ આ દબાણો દૂર કરવામાં આવ્‍યા છે.

જોકે, ૬ મહિના પૂર્વે અને હમણાં પણ થોડા દિવસો પૂર્વે દબાણ કરાયેલ ઝૂપડા ખાલી કરવા સૂચના અપાઈ હતી. પૂર્વ કચ્‍છ એસપી સાગર બાગમારના જણાવ્‍યા ઙ્કમાણે પોર્ટની અંદર અને બહાર જહાજ ઉપર થતી ચોરી, ઓઇલ પાઇપ લાઇનમાં ભંગાણ પાડી કરાતી ચોરી સહિત ઘણા ગુનામાં આ ઝુપડપટ્ટીમાં થી ગુનેગારો ઝડપાવાના બનાવો અવારનવાર બહાર આવ્‍યા છે.

એટલે કોસ્‍ટલ એરિયાની સુરક્ષા અર્થે આ કામગીરી સમયની માંગ હતી. અંદાજિત ૩૦૦૦ થી ૫૦૦૦ જેટલા લોકો દબાણ હટવાથી બેઘર બન્‍યા હોવાનું અનુમાન છે. કાર્યવાહી દરમ્‍યાન પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘ અન્‍ય અધિકારીઓ, મામલતદાર, પોલીસ કાફલો હાજર રહ્યો હતો. પ્રશાસન દ્વારા ફૂડ પેકેટ તેમ જ સામાન માટે ટ્રેક્‍ટરની વ્‍યવસ્‍થા કરાઈ હતી. ઘરનું છાપરું હટતાં બેઘર બનેલા પરિવારોની પરિસ્‍થિતિના દયનીય દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.

દબાણો થાય ત્‍યારે જ જો સંબંધિત વિભાગો દ્વારા દબાણકર્તાને અન્‍યત્ર જવા સમજાવવામા આવે તો દબાણો થાય જ નહીં. પણ, એકવાર પરિવાર રહેતો થઈ જાય બાદ એને હટાવવામા આવે ત્‍યારે બેઘર બનવાનો એ ભોગ બને છે અને પરિવારની સ્‍થિતિ દયનીય બને છે.

(2:12 PM IST)