News of Friday, 6th September 2024
મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના હત્યાના બે ગુન્હામાં ૯ વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો
મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ રાજેશ ભુરીયાને મધ્ય પ્રદેશમાંથી દબોચી લીધો

મોરબી તા. ૬ :.. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાના બે ગુન્હામાં ૯ વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપી લીધો હતો.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાના બબ્બે ગુન્હાઓ આચરી છેલ્લા નવ વર્ષથી ફરાર થઇ ગયેલ મુળ મધ્ય પ્રદેશના જાબુઆ જિલ્લાના કુશલપુરા ગામના રહેવાસી આરોપી રાજેશ પુજીયા ભૂરિયા ઉ.૩પ ને મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ મધ્ય પ્રદેશના જાબુઆ ગ્રામીણ બેંક નજીકથી ઝડપી લઇ મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
