<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

૧૬ વર્ષની નિરાલીનો ઝેર પી આપઘાત

ટંકારાના સજ્જનપરનો બનાવ

રાજકોટ તા. ૬: ટંકારાના સજ્જનપર ગામે મગનભાઇ માવજીભાઇ માવાણીની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના પપ્પુભાઇ ડામોરની દિકરી નિરાલી (ઉ.વ.૧૬) કોઇ કારણોસર બે દિવસ પહેલા રાત્રીના સમયે વાડીએ ઝેર પી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું આજે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણી બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:20 PM IST)