તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 7th September 2024
જેસીઆઇ જૂનાગઢ મહિલા સીટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા લેવામાં આવી

જુનાગઢઃ જેસીઆઇ જુનાગઢ મહિલા સીટી દ્વારા આર. જે. કનેરિયા ગર્લ્સ સ્કુલ, માતુશ્રી એમ. જે. ભુવા કન્યા વિદ્યા મંદિર, જોશીપુરા અને જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા લેવામાં આવી. જેમાં લેવલ ૧ (૬ થી ૮ ધોરણ), લેવલ ર (૦ડ અને ૧૦ ધોરણ) અને લેવલ ૩ (૧૧ અને ૧ર ધોરણ)ની પરીક્ષા લેવામાં આવેલી. કુલ પરપ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે. સમગ્ર દેશમાંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓનું પરિણામ JCI INDIA દ્વારા બહાર પાડવામાં આવશે. જેસીઆઇ જૂનાગઢ મહિલા સીટીના પ્રમુખ જેસી ભાવીશા દેકીવાડીયા, જેસી હસમુખા મારવણીયા, ડાયરેકટર જેસી જયશ્રી વેકરીયા, ડાયરેકટર જેસી કેતન ચોલો, જેસી સંગીતા સાવલિયા તેમજ આર. જે. કનેયિરા ગર્લ્સ સ્કુલ, માતુશ્રી એમ. જે. ભુવા કન્યા વિદ્યા મંદિર, જોશીપુરા અને જાવિયા સ્કૂલિંગ સિસ્ટમનાં આચાર્યશ્રીઓ અને સ્ટાફગણે જહેમત ઉઠાવેલી.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
