<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ગોંડલ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ કોણે મોકલ્‍યુ કોણે મંગાવ્‍યુ તે અંગે તપાસ

યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા સહિત આગેવાનો દોડી ગયાઃ કયાં વેપારી દ્વારા લસણ યાર્ડમાં પહોંચ્‍યું ? તે અંગે જુદી જુદી દિશામાં તપાસ

તસ્‍વીરમાં ચાઇનીસ લસણ મળી આવ્‍યા બાદ ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા સહિતના યાર્ડ ખાતે દોડી આવ્‍યા હતા. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૭: ગોંડલ માર્કેટ યાર્ડ માં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાનાં લસણનાં ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્‍યા હોય વેપારીઓ એ યાર્ડનાં ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાનું ધ્‍યાન દોરતા તેમણે ચાઇનાનાં લસણ અંગે રાજ્‍ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્‍યુ તે અંગે તપાસ હાથ ધરી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ બપોરના બે હજાર કટ્ટાની આવકનાં જથ્‍થામાં ચાઇનાનાં લસણનાં ૩૦ કટ્ટા યાર્ડનાં કર્મચારીઓને નજરે પડતા તુરંત યાર્ડનાં ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા સહિત કર્મચારીઓ દોડી ગયા હતા. ભારતમાં ચાઇનીસ લસણનો પ્રતિબંધ હોવા છતાં કોણ આ લસણ અહીંયા લઇ આવ્‍યું?  તે દિશામાં પગેરૂ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.

દરમિયાન યાર્ડનાં વેપારીઓને દેશમાં જેના પણ બાન મુકાયુ છે તે ચાઈનાનુ લસણ યાર્ડ માં ઘુસ્‍યાની જાણ થતા તેમણે પણ સતાધીશોને રજુઆત કરી હતી. (૪.૨૬)

(12:30 PM IST)