News of Saturday, 7th September 2024
પોરબંદરઃ બુટલેગરની ‘‘પાસા'' હેઠળ ધરપકડઃ સુરત જેલ હવાલે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૭: ગેરકાયદે દારૂની પ્રવૃતિ કરનાર અને કુતિયાણાના ઇશ્વરિયામાં રહેતા વિજય મગનભાઇની ‘‘પાસા'' તળે ધરપકડ કરીને સુરત જેલ મોકલી આપેલ છે.
નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટે. પ્રોહી ક.૬૫ઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હામાં સંડોવાયેલા આરોપી વિજય મગનભાઇ વિંઝુડા (ઉ.વ.૨૫) રહે.ઇશ્વરીયા તા.કુતિયાણા વાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ. એલસીબી પોરબંદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.કે. કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.
પોરબંદર એલસીબી પો.ઇન્સ. આર.કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા ડબલ્યુએસઆઇ રૂપલબેન લખધીર તથા એચસી વિપુલભાઇ ઝાલા, ઉદયભાઇ વરૂ, કુલદિપસિંહ જાડેજાનાઓ બુટલેગરને પાસા હેઠળ ધરપકડની કામગીરીમાં રોકાયેલ હતા
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
