<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

બિમારીમાં સપડાયેલ જસદણનો યુવાન વ્‍યાજના ચક્રમાં ફસાયોઃ ૭ વ્‍યાજખોરો સામે ફરિયાદ

વ્‍યાજખોરોએ હોન્‍ડાની આર. સી. બુક અને સહીવાળા ચેક લઇ લીધા

રાજકોટ તા. ૭ :.. બિમારીમાં સપડાયેલ જસદણનો યુવાન વ્‍યાજના ચક્રમાં ફસાઇ જતા વ્‍યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી થતા ૭ વ્‍યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ જસદણ આટકોટ રોડ પંચવટી સોસાયટીમાં રહેતા અને ખેતીકામ તથા કારખાનામાં કામ કરતા પિયુષભાઇ હિંમતભાઇ છાંયાણીએ આરોપી ઘનશ્‍યામ કાન્‍તીભાઇ રાદડીયા રે. કોટડાપીઠા, લાલાભાઇ દરબાર રે. કુંદણી ગામ તા. જસદણ, અજયબાપુ રે. કોટડાપીઠા તા. બાબરા, મેહુલ રાદડીયા રે. વડલાવાડી જસદણ, હિતેષ રે. કોટડાપીઠા પ્રવિણ ભરવાડ રે. જંગવડ તથા અલ્‍પેશ કાન્‍તીભાઇ રાદડીયા રે. કોટડાપીઠા સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીનો પગ ભાંગી જતા ત્રણ મહિલા પથારીવશ રહેતા આર્થીક સ્‍થિતિ નબળી પડતા રૂપિયાની જરૂરીયાત હોય કૌટુંબીક કાકાજી સસરા આરોપી ઘનશ્‍યામ રાદડીયા પાસેથી ૧,૬૦,૦૦૦ દરરોજના રૂા. ૧૦૦૦ વ્‍યાજ લેખે વ્‍યાજે લઇ ૯૦,૦૦૦ વ્‍યાજ ચૂકવ્‍યું હોવા છતાં આરોપી ઘનશ્‍યામ તથા આરોપી અલ્‍પેશ રાદડીયાએ પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીનું માલીકીનું હોન્‍ડા તથા તેની આરસી બુક પડાવી લીધી હતી. તથા ફરીયાદીના સહીવાળા રકમ ભર્યા વગરના બેંક ચેક પડાવી લીધા હતાં.

તેમજ આરોપી લાલાભાઇ દરબાર ફરીયાદીને ૧ લાખ દરરોજના રૂા. ર૦૦૦ વ્‍યાજ લેખે ઓપલ અને તેઓને ૬૦,૦૦૦ વ્‍યાજ ચૂકવેલ છતાં વધુ વ્‍યાજ તથા મુળ રકમની ઉઘરાણી માટે ધમકી આપી ફરીયાદીની સહીવાળા રકમ ભર્યા વગરના ચેક ૩ બળજબરીથી કઢાવી લીધેલ. આરોપી અજયબાપુએ ૬૦,૦૦૦ વ્‍યાજે આપેલ અને ૧પ૦૦૦, વ્‍યાજ ચૂકવી દિધેલ હોવા છતાં ફરીયાદી પાસેથી ૧૭,પ૦૦ રૂા.નું નગારૂ પડાવી લીધું હતું તેમજ આરોપી મેહુલ રાદડીયા એ ફરીયાદીને ૭પ,૦૦૦ વ્‍યાજ આપેલ અને ઉઘરાણી પટે ફરીયાદીની સહીવાળો ચેક પડાવી લીધો હતો.

તેમજ આરોપી હિતેશ તથા પ્રવિણે ૮૦,૦૦૦ ફરીયાદીને વ્‍યાજે આપી દરરોજના ૩ર૦૦ વ્‍યાજ વસુલતા હતા અને તેઓએ ૩ર,૦૦૦ વ્‍યાજ ચુકવી દિધેલ હોવા છતાં વધુ વ્‍યાજની ઉઘરાણી કરી ધમકી આપે છે.

જસદણ પોલીસે આ ફરીયાદ અન્‍વયે ઉકત સાતેય વ્‍યાજખોરો સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.આઇ. ટી. બી. જાની ચલાવી રહ્યા છે

(12:29 PM IST)