<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોણા સો થી વધુ નાયબ મામલતદાર, ક્લાર્ક તથા રેવન્યુ તલાટી ના બંધ કવરમાં બદલીના ઓર્ડર કરતા જીલ્લા કલેકટર

ટંકારા સિટી તલાટીનો ઓડૅર પણ કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું : રજાના દિવસ પહેલાં મોડી સાંજે બંધ કવરમાં તાલુકાના અધિકારીઓને બદલીના હુકમો આપ્યા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૭ : મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોણા સો થી વધુ નાયબ મામલતદાર, ક્લાર્ક તથા રેવન્યુ તલાટી ના બંધ કવરમાં બદલીના ઓર્ડર  જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યા છે

આ ઓર્ડરમાં ટંકારા સિટી તલાટીનો ઓડૅર પણ કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું

 

રજાના દિવસ પહેલાં મોડી સાંજે બંધ કવરમાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા તાલુકાના અધિકારીઓને બદલીના હુકમો આપ્યાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું.

 

ધણા સમયથી બદલીની વાતો ચાલી રહી હતી ત્યારે મોરબી જીલ્લાના સિટી ગ્રામ્ય વાકાનેર હળવદ માળીયા ટંકારા મા ફરજ બજાવતા નાયબ મામલતદારો ક્લાર્ક તથા રેવન્યુ તલાટી મળી કુલ પોણો સૌ થી વધુ ના બદલી ઓડર કરવામાં આવ્યા છે જોકે આ ઓડર બંધ કવરમાં જે તે કચેરીમાં વડા અધિકારીને સુપ્રત કર્યા હોવાનુ અંગત વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(3:34 PM IST)