News of Saturday, 7th September 2024
ચાઇનીઝ લસણ મુદે સરકારની ટીમ દ્વારા તપાસઃ અલ્પેશ ઢોલરીયા
ગેઇટ પાસ ‘‘અલ્તાફ'' નામના વ્યકિતનો બન્યો હતો

રાજકોટ તા.૭: ગોંડલના માર્કેટીંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ ઘુસી જવાના પ્રકરણમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરિયાએ ‘‘અકિલા''ને જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં ઝડપાયેલ લસણ મુદે સરકારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ લસણ યાર્ડમાં ઘુસાડવા માટે અલ્તાફ નામના વ્યકિતનો ગેઇટ પાસ બન્યો હતો.આ અંગે યાર્ડ દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ લસણની આયાત ઉપર પ્રતિબંધ છે. આ લસણ હલકી ગુણવતાવાળુ અને સસ્તુ હોય છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
