<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણી ભરવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબીના જુના બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે છેલ્લા દોઢ વર્ષથી ભુગર્ભ ગટરનું પાણી ભરવાની સમસ્યા યથાવત છે. આ અંગે અનેક વખત નગરપાલિકામાં ચીફ ઓફિસર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓ ગટરના કામચલાઉ સફાઈ કરીને જતાં રહે છે અને થોડા દિવસમાં આ સમસ્યા પાછી જેમની તેમ થઈ જાય છે. ગટર ઉભરાવાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી.

જુના બસ સ્ટેન્ડ ચાર રસ્તા પર પેટ્રોલપંપ અને હોસ્પિટલો આવેલી હોય આ વિસ્તારમાં સતત વાહનોની અવરજવર રહે છે. ત્યારે તાત્કાલિક ધોરણે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોક માગ છે.

(11:23 AM IST)