News of Sunday, 8th September 2024
મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં ચાર માસથી નાસતો ફરતો શખ્શ ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને સીટી બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા શખ્શને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલ સોમાભાઈ લોદરીયા (રહે ગોપાલગઢ તા. ધ્રાંગધ્રા વાળો) છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો હોય જે આરોપી ટીંબડી પાટિયા પાસે હોવાની બાતમીને આધારે ઝડપી લીધો હતો જે આરોપી તાલુકા પોલીસ મથક ઉપરાંત સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પાંચ જેટલા પ્રોહીબીશનમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
જે કામગીરીમાં તાલુકા પીઆઈ એન આર મકવાણા, પીએસઆઈ બી એમ બગડા, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, કેતનભાઈ અજાણા, રમેશભાઈ મુંધવા, અરવિંદભાઈ મકવાણા, ભગીરથભાઈ લોખીલ, દેવશીભાઈ મોરી, કુલદીપભાઈ કાનગડ, દીપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
