News of Sunday, 8th September 2024
અમરેલી:સરકારી જમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાની વાત ફેલાવનાર ઢોંગી મહિલાએ કહ્યું-હવે હું ધૂણવાનું બંધ કરી દઈશ
- ભુઈ માં બનેલા માલતીબેન ભુવાને વિજ્ઞાન જાથા અને પોલીસે તેમના ઘેર પહોંચી કાયદાનું ભાન કરાવ્યું

અમરેલી: શહેરમાં લાઠી રોડ પર આવેલ ગિરધર નગર સોસાયટી પાસેની સરકારી જમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાનીવાતો ફેલાઈ હતી, હવે આ મામલે મોટો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસને ટીમે ષડયંત્ર રચનાર ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું છે. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશમાં કબુલાતનું પણ લખવું પડ્યું છે.
અમરેલી સહિત ગુજરાત ભરમાં જમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાની વાતો ફેલાઈ હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યાર આ વીડિયોની સત્ય તપાસ માટે રાજકોટ વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ટીમ દોડતી થઈ હતી. સરકારી જમીનમાંથી શિવલિંગ નીકળ્યું હોવાની એવી વાત ફેલાવનાર ભૂઇ માં ના પાખંડનો પર્દાફાશ કરીને ખોટું તુત ઉભું કરી લોકોને આસ્થા અને શ્રદ્ધાનાં નામે મૂર્ખ બનાવ્યાનો ભાંડો ફોડ્યો હતો. ટીમે ભુઈ માં બનેલા માલતીબેન ભુવાને વિજ્ઞાન જાથા તેમજ પોલીસે તેમના ઘેર પહોંચી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ટીમની કાર્યવાહીના કારણે પાખંડી મહિલા માલતીબેનને ધૂણીને પાખંડ ફેલાવવું ભારે પડ્યું હતું અને અમરેલી શહેર પોલીસ તેમને પોલીસ મથકે લાવી માફી મંગાવી હતી. કાર્યવાહી બાદ માલતીબેને કબુલાતનામું લખ્યું હતું કે, ‘હવે હું ધુણવાનું બંધ કરી દઈશ’ એવું પોલીસ અને મીડિયા સામે સ્વીકાર્યું હતું. આમ લોકોને ધર્મની આડમાં મૂર્ખ બનાવતા લોકોનો પર્દાફાશ થયો હતો.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
