<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

જામનગરમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા સતત ૮૧ માં વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ નું આયોજન

મંગલબાગ વિસ્તારમાં પ્રતિવર્ષ ગણપતિ મહોત્સવ ની ઉજવણી : મંડળના તમામ સભ્યો તેમજ આસપાસના વિસ્તારના અનેક નાગરિક પ્રતિદિન બંને સમયની આરતીમાં જોડાયા

જામનગર: જામનગર શહેરમાં સૌપ્રથમ વખત ગણપતિ મહોત્સવ નું આયોજન કરતી સંસ્થા મહારાષ્ટ્ર મંડળ કે જે મંગલબાગ વિસ્તારમાં પ્રતિવર્ષ ગણપતિ મહોત્સવ ની ઉજવણી કરે છે. આ સ્થળે આ વખતે સતત ૮૧ માં વર્ષે ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ જામનગર માટે એક રેકર્ડ સમાન છે.
 ભગવાન ગણેશજીની વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે, અને મંડળના તમામ સભ્યો તેમજ આસપાસના વિસ્તારના અનેક નાગરિક પ્રતિદિન ભગવાન ગણેશજીની બંને સમયની આરતીમાં જોડાય છે. તેમજ મંડળ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.( તસવીર અહેવાલ મુકુન્દ બદિયાણી)


 

(7:41 PM IST)