<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ગજાનંદ ગણપતિ મહોત્સવ દ્વારા શ્રીફળ માં ગણપતિ ની પ્રતિમા સ્થાપિત કરાઈ

ધાર્મિક સ્થળોમાંથી નાળિયેરના છીલકાઓ એકત્ર કરીને વિશાળકદનું શ્રીફળ બનાવાયું

 જામનગર:જામનગરના કડીયાવાડ વિસ્તારના ગજાનંદ ગણપતિ મહોત્સવ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ ગણેશ મહોત્સની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી રહી છે, અને ગણેશ ચતુર્થી લઈને અનંત ચતુર્દશી ના દિવસો દરમિયાન પ્રતિદિન ગણપતિ દાદા ની મહા આરતી અને જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

 મંડળ દ્વારા આ વખતે ભગવાન ગણેશજીને શ્રીફળ માં બિરાજમાન કરાવવામાં આવ્યા છે. મંડળના સભ્યોએ આસપાસના ધાર્મિક સ્થળોમાંથી નાળિયેરના છીલકાઓ એકત્ર કરીને વિશાળકદનું શ્રીફળ બનાવાયું છે, જેને અર્ધ ખુલ્લી અવસ્થામાં રાખીને તેની અંદર ભગવાન ગણપતિ દાદાને બિરાજમાન કરાયા છે. જેના દર્શનાર્થે અનેક ગણેશ ભક્તો ઉંમટી રહ્યા છે.( તસ્વીર અહેવાલ મુકુંદ બદીયાણી )

 

(7:42 PM IST)