<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

કચ્છના લખપતમાં ભેદી તાવથી વધુ બે ના મોત: અઠવાડિયામાં ૧૪ મોતને પગલે હાહાકાર સાથે ફફડાટ

શ્વવસન તંત્રને લગતી બિમારીથી મુસ્લિમ માલધારી સમાજ ઝપેટમાં, આરોગ્યની ટીમ દ્વારા દર્દીઓના સેમ્પલની તપાસ, પશુપાલન ની ટીમ દ્વારા પશુઓના પણ સેમ્પલ લેવાયા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવને કારણે વધુ બે મહિલાઓના મોત નીપજતાં મૃત્યુ આંક ૧૪ થયો છે. એક જ અઠવાડિયામાં ૧૪ જણના મોતને પગલે હાહાકાર મચી ગયો છે. ભેદી તાવ દરમ્યાન શ્વાસને લગતી મુશ્કેલી થતાં દર્દી મૃત્યુ પામે છે. હોસ્પિટલમાં સારવાર કારગત નિવડતી નથી. આ બીમારીએ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લખપત અબડાસા વિસ્તારના મુસ્લિમ માલધારી સમાજના લોકોને ઝપેટમાં લીધા છે. એને પગલે બર્ડ ફલૂ, સ્વાઈન ફ્લૂની શંકાના આધારે પશુપાલનની ટીમ દ્વારા ગાય, ભેંસના સેમ્પલ લેવાયા છે. તો, ગાંધીનગર, રાજકોટની આરોગ્ય તંત્રની ટીમ દ્વારા દર્દીઓના બ્લડ સેમ્પલ ની તપાસ હાથ ધરાઈ છે. જોકે, હજી સુધી આ તાવનું કારણ જાણી શકાયું નથી. જીલ્લા આરોગ્ય તંત્ર ઉંધા માથે છે. તાવે સર્જેલા ભયને પગલે લોકોમાં ભારે ફફડાટ છે.


 

(11:33 PM IST)