News of Monday, 9th September 2024
જુનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જયદેવભાઇ જોષીની વરણી -આવકાર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. જુનાગઢમાં ઔદિચ્ય ઝાલાવાડીની વાડી ખાતે ગઇકાલે પ્રફુલભાઇ જોષી, હસુભાઇ જોષી સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં બેઠક મળી હતી. જેમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જયદેવભાઇ જોષીની નિમણુક કરવામાં આવી હતી.
જયદેવભાઇ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક અને બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે ઔ.ઝા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે સમાજે તેને વધુ એક જવાબદારી સોંપેલ છે. તેઓની આ નિમણુકને પ્રફુલભાઇ જોષી, આરતીબેન હસુભાઇ, પી. સી. ભટ્ટ, દેવાંગ વ્યાસ, વિરેન્દ્ર જોષી સહિતના એ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. અને જયદેવભાઇને મો. નં. ૯૮રપર ર૦૦૦ર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જાુનાગઢ)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
