News of Monday, 9th September 2024
ગોંડલના કમરકોટડાની સીમમાં દિપડો દેખાયો
વન વિભાગની ટીમ દોડી ગઇઃ વન્ય પ્રાણીના આંટાફેરાથી ખેડુતો ચિંતીત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: ગોંડલ પંથકમાં સિંહ દીપડા અવારનવાર દેખાડો દેતા રહે છે. દીપડા ગોંડલ શહેર માં પણ ઘુસી આવ્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ભાદર કાંઠે દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યો છે.
તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢની વચ્ચે ભાદર નદીના કાંઠે ગત મોડી રાત્રે જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. રાત્રીનાં ખેડૂતને દીપડો દેખાયો હતો. ખેડૂતે મોબાઈલમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના RFO દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ.જાડેજા, ટ્રેકર ટિમ સાથે સ્થળ પર પોહચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી. દીપડાએ હાલ કયાંય પણ મારણ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું નથી
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
