News of Monday, 9th September 2024
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતમાં વાર્ષિક સાધારણ સભા યોજાય
શહેરના વિકાસકાર્યોની ધારાસભ્ય દ્વારા જાહેરાત કરાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ : શહેરની વપોરીઓની સંસ્થા ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા રોટરી હોલ ખાતે ધારા સભ્ય જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાય પ્રમુખ છગનભાઇ ઉસદઠીયાના સ્વાગત પ્રવચનબાદ સેક્રેટરી હરેશભાઇ ગઢીયાએ ગત વર્ષનો વાર્ષીક અહેવાલ તેમજ નવા વાર્ષિક પ્લાનીંગ રજુ કરેલ. બાદ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ શહેરની સમસ્યાઓનો અને વિકાસ કાર્યોની જાહેરાત થયેલ રલ્વેનો જુનોપુલ નવો બનાવવા તેમજ દેસડીયાજવાના બેઠા પુલને નવો બનાવવા જુના જકાત નાકાથી નવાગઢ સુધીનો રસતો ઉપરાંત અનેક રોડ રસ્તાના કાર્યો તેમજ વરસોથી ચાલી રહેલ ધોરાજી રોડ પરના રેલ્વે ઓવરબ્રિજ નો બંને બાજુનો સર્વીસ રોડ તાત્કાલીક બનાવવામાં આવશે અને શહેરનો હાર્દસમો વિસ્તાર એમ.જી.રોડ ને ફરી બનાવી આપવા જાહેરાત કરેલ. આ તકે જીલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારી ફળદુ દ્વારા જેતુપરના ઉધોગને પ્રોત્સાહન આપવા સરકારની ઓૈધોગીક પોલીસી અને સહાયતા લોન ની માહીતી આપી હતી. ચેમ્બર્સ રજુઆતથી રેલ્વે અંડરબ્રિજ નવાગઢ ને બોકસ ટાઇપ બનાવવાની રજુઆત ને ધારાસભ્ય જયેશભાઇના પ્રયાસો દ્વારા સફળતા મળેલ આ કાર્યક્રમમાં અગ્રણી ઉધોગપતિ રાજુભાઇ હીરપરા ડો. એશો પ્રમુખ જેન્તીભાઇ રાખોલીયા મનસુખભાઇ ખાચરીયા, વી.ડી. પટેલ. સંજયભાઇ વેકરીયા, પ્રવીણભાઇ ગજેરા. સહિત શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેલા હતા
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
