<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

અમરેલીમાં વધુ એક જળાશય ઓવરફ્લો:ખાંભાના મોટા બારમણ પાસેના રાયડી ડેમનો એક દરવાજો ખોલાયો

મોટા બારમણ, નાના બારમણ, ચોત્રા, નાગેશ્રી, મીઠાપુરને એલર્ટ કરાયા

અમરેલીમાં વધુ એક જળાશય 100% ભરાઈ જતા ઓવરફ્લો થયુ છે. ખાંભાના મોટા બારમણ નજીક આવેલો રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. તંત્રએ ડેમનો 1 દરવાજો ખોલી પાણી છોડવાનુ શરૂ કર્યું છે. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ખાંભા, રાજુલા, જાફરાબાદના 5 ગામોને સાવચેત કરાયા છે. મોટા બારમણ, નાના બારમણ, ચોત્રા, નાગેશ્રી, મીઠાપુરને એલર્ટ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

(12:01 AM IST)