News of Tuesday, 10th September 2024
માળીયા મિયાણા અને હળવદ તાલુકાના ગામોમાં પાવરગ્રીડ કંપનીને પ્રવેશબંધીનાં બેનર લાગ્યા
ખાખરેચી સહિતના ગામોમાં બોર્ડ લાગ્યા : અમદાવાદ-લાકડીયા વીજલાઈનનો ભારે વિરોધ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૦: અમદાવાદ-લાકડીયા વીજલાઈન મામલે ખેડૂતોમાં ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે. માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશિંગુ ફૂકયું ખેતરમાં ઙ્કવેશ કરવો નહીં તેવા ઠેર-ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે. સાથે જ સાંજ સુધીમાં હળવદ તાલુકામાં પણ આવા બેનરો લગાવવામાં આવનાર હોવાનું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું.
અમદાવાદ-લાકડીયા વીજલાઈન મોરબી જિલ્લાના માળિયા મિયાણા અને હળવદ તાલુકામાંથી પસાર થઈ રહી છે. વીજ લાઈન માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી, વેજલપર અને ઘાંટીલા સહિતના ગામના ખેતરોમાંથી પસાર થાય છે.છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવાર નવાર ઘર્ષણ થઈ રહ્યું છે. ખાખરેચી ગામના મિલનભાઈ કૈલા નામના ખેડૂતનું કહેવું છે કે, પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે.
ઓછા વળતર અંગે ખેડૂતોએ અવાર નવાર રજૂઆતો કરી છે અને આંદોલન પણ કર્યું છે છતાં પણ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર જ ખેતરમાં ઘુસી જઈ પાકનો સોંથ વાળી રહ્યા છે. જેના કારણે માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવ્યા છે અને સાંજ સુધીમાં વેજલપર, ઘાંટીલા અને હળવદ તાલુકાના ગામડાઓમાં પણ બેનરો લગાવી દેવામાં આવનાર હોવાનું ખેડૂત આગેવાને જણાવ્યું હતું.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
