<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ધ્રાંગધ્રાની ટીમે ૬૬ કનેકશનમાં વિજ ચોરી ઝડપી ૧૬ લાખનો દંડ ફટકાર્યો

વઢવાણ,તા. ૧૦: ધ્રાંગધ્રા શહેર તથા તાલુકા પથક મા વીજચોરી અંગેની ફરીયાદને લઈને સુરેન્‍દ્રનગરની વિજીલંસની ૨૮ ટીમો પોલીસ એક્‍સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારી ઓ સાથે શહેર તથા ધાંગધ્રા તાલુકા વિસ્‍તારમાં અલઞ અલગ ટીમ સાથે વીજચેંકીગ કામગીરી શરૂ કરવામાં આવતા ઘરવપરાશ, કોમર્સીયલ, ખેતી સહીતના કુલ ૩૬૦ કનેકશન ચેક કરવામાં આવ્‍યા હતા ત્‍યારે ૬૬ કનેશનમાં વીજચોરી જણાતા ૧૬ લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા ફફડાટ વ્‍યાપી ગયો હતો. આ અંગેની કામગીરી મુખ્‍ય ઈજનેર એચ.કે.વાઘેલા કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી  ત્‍યારે વીજ ચેકીગ દરમ્‍યાન  વીજકનેશન મા વીજચોરી જણાતા ૧૬ લાખના બીલ ફટકારવામાં આવ્‍યા છે આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્‍વો સામે હજીપણ  કડકમાં કડક કાર્યવાહી કરવામા આવશે.

(11:29 AM IST)