<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

શાપર-વેરાવળમાં કરણભાઇ ડોડીયા સહિત બે ઉપર લાકડી અને પાઇપથી હુમલો

ઇજાગ્રસ્‍ત કરણભાઇનો મિત્ર આરોપી દિલીપની પુત્રીને ભગાડી જતા તેનો ખાર રાખી જાતિ પ્રત્‍યે અપમાનીત કરી દિલીપ સહિત ૩ તુટી પડયા

રાજકોટ તા. ૧૦: શાપર-વેરાવળમાં યુવાન સહિત બે ઉપર પિતા-પુત્ર સહિત ૩ શખ્‍સોએ લાકડી-પાઇપથી હુમલો કરી જાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.પ્રાપ્‍ય વિગતો મુજબ શાપર-વેરાવળમાં બુધ્‍ધનગર શેરી નં. ર માં રહેતા કરણભાઇ અમીતભાઇ ડોડીયાએ આરોપી દિલીપ જીવરાજભાઇ સોલંકી, તેના પુત્ર કેવીન તથા મેહુલ અશોકભાઇ સોલંકી સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીસ છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના મિત્ર કાળીયો આરોપી દિલીપની દિકરીને ભગાડી લઇ ગયેલ હોય તેનો ખાર રાખી ઉકત ત્રણેય શખ્‍સોએ વેરાવળ મેઇન રોડ ઉપર પાઇપ-લાકડીથી ફરીયાદી તથા સાહેબદ નીતીનભાઇ ઉપર હુમલો કરી જાતિ પ્રત્‍યે અપમાનીત કર્યા હતા. આ હુમલામાં ફરીયાદી તથા સાહેદને ફ્રેકચર થતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા હતા.

આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત ત્રણેય આરોપીઓ સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ગોંડલના ડી.વાય.એસ.પી. કે. જી. ઝાલા ચલાવી રહ્યા છે.

(12:14 PM IST)