News of Tuesday, 10th September 2024
સાવરકુંડલામાં પડી જતા યુવાનું , રાંઢીયામાં કિશોરનું, લાલાવદરમાં તરૂણનું ડૂબી જતાં, ખંભાળામાં પાણીમાં પડી જતાં યુવતીનું મોત
જિલ્લામાં જુદા જુદા સ્થળોએ યમરાજાના આંટાફેરા : અમરેલી જિલ્લામાં કમોતના વધુ ચાર બનાવો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૦ : અમરેલી જિલ્લામાંયમરાજાએડેરા તુંબુ તાણ્યા હોય તેમદિન પ્રતિદિન કમોતના બનાવોએ અજગર ભરડોલીધો હોયતેમજિલ્લાવધુ ચાર કમોતના બનાવો પોલીસ મથકોમાં જાહેર થયાં હતાં. જેમાં સાવરકુંડલમાં પડી જતાં યુવાનનું, રાંઢીયામાં કિશોરનું અને લાલાવદરમાં તરૂણનું ડુબી જવાથી તેમજ ખંભાળામાં પાણીમાં પડી જતા યુવતિનું મોત નિપજયું હતું.
અમરેલી તાલુકાના લાલાવદર ગામે દાહોદના નની ઢંઢેરી ગામના અર્જુન પીન્ટુભાઇ બારૈયા (ઉ.વ.૧૧) તળાવમાં નાહવા જતાં ડુબી જવાથી મોત નિપજયાનું પિન્ટુભાઈ રામભાઈ બારૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
જયારે બીજાબનાવમાં બાબરા તાલુકાના ખંભાળા ગામે રહેતી અક્ષાબેન રાજુભાઈ ઘોડા ઉ.વ.૨૧ તથા રાજેશ શંભુભાઇ વેજીયા વગર એકબીજા સાથે ફોનમાં વાત કરતાં હોય જે પ્રશ્ન રાજેશને સમજાવવા રામાપીરના મંદિરે ગયેલ બાદ રાજેશ ત્યાં આવેલ ન હોય જેથી અક્ષાબેનને વાડીએ પરત લઈ આવતાં ઘરેથી કોઇને કહ્યા વ નિકળી જઇ પોતે પોતાની મેળે ખંભાળા ગામની સીમામાં પાણી પડી જતાં મોત નિપજયાનું બાબુભાઈ રણછોડભાઈ ઘોડાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
જયારે ત્રીજા બનાવમાં સાવરકુંડલા સુંડલીયા વાસમાં રહેતા વિજયભાઇ ચકુભાઇ સોલંકી ઉ.વ. ૩પ સવારના ૮-૩૦ કલાકેજેસર રોડે મધુવન સોસાયટીમાં ડેનિશભાઈના મકાને મજુરી કામે ગયેલ અને પાસ કાઢવાનું કામ કરતાંહતાં તેદરમિયાન અચાનકપડી જવાથી મોત નિપજયાનું બાદલભાઈ ચકુભાઇ સોલંકીએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
ચૌથા બનાવમાં અમરેલી તાલુકાનારાંઢીયા ગામે રહેતાં પ્રકાશશામજીભાઇ સોલંકી ઉ.વ.૧૫ તથા તેનો મિત્ર જેનીશ તળાવમા નાહવા ગયેલતે દરમિયાન પ્રકાશનો પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું સુરેશભાઈ આલાભાઇ સોલંકીએ અમરેલી તાલુકા પોલીસમથકમાં જાહેર કરેલ છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
