News of Tuesday, 10th September 2024
અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ:ખડાધાર તાલડા હનુમાનપુર ડેડાણ, બોરાલા સહિત ગામોમાં મેઘમહેર
ખડાધાર ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા:ગીરના ગામડાઓમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલીના ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
ખાંભા ગીરના ખડાધાર તાલડા હનુમાનપુર ડેડાણ, બોરાલા સહિત ગામોમાં વરસાદ છે. ખડાધાર ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગીરના ગામડાઓમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
