<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ‘પૂ.ભાઇશ્રી'ની પ્રેરણાથી રાધાષ્‍ટમી ઉત્‍સવની બધાઇ ગીત-સંકીર્તન દ્વારા ધામધૂમથી ઉજવણી

જુનાગઢઃ રાધાષ્ટમીના પાવન પર્વ પર શ્રીહરિ મંદિરમાં પૂ. રમેશભાઈ ઓઝા ‘પૂ. ભાઈશ્રી'ની પ્રેરણાથી સાંજે ૪:૩૦ થી ૮:૦૦ સુધી વિવિધ મનોરથ દ્વારા ઉજવવામાં આવ્‍યો..સાંજે ૬:૦૦ થી ૭:૦૦ દરમ્‍યાન શ્રીરાધાનામનું સંકીર્તન કરવામાં આવ્‍યું. ત્‍યારબાદ ૭:૦૦ થી ૭:૩૦ સંધ્‍યા આરતી સંપન્ન થઈ હતી. ૭:૩૦ થી ૮:૦૦ દરમિયાન શ્રીરાધાજીનું વિધિવત્‌ પૂજન, પુષ્‍પો દ્વારા અભિષેક, બધાઈગીત, સંકીર્તન તેમજ રાસગરબા સાથે આનંદ અને  ઉલ્લાસપૂર્વક  રાધાષ્ટમી ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો. ત્‍યારબાદ ઉત્‍સવની આરતી સંપન્ન કરવામાં આવી. આ ઉત્‍સવમાં સાંદીપનિ પરિવારના અતિથિઓ, પોરબંદર શહેરથી ભાવિકો અને ઋષિકુમારો ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રીહરિ મંદિરમાં રાધાષ્ટમીના વિશેષ પર્વ સાંજે ૪:૩૦ થી ૮: ૦૦ દરમિયાન શ્રીરાધાકળષ્‍ણ ભગવાનના વિશેષ દર્શન યોજાયા હતા. આ વર્ષે રાધાષ્ટમીના ઉત્‍સવના મનોરથી તરીકે  ચંદ્રિકાબેન નરેશભાઈ હાથી, લંડન, યૂ.કે. એ સેવા આપી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:35 AM IST)