તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 12th September 2024
ગોંડલમાં રેલ્વેની કામગીરીના કારણે સુરેશ્વર ફાટક ૨ દિવસ બંધ રહેશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૨: ગોંડલ નજીક નેશનલ હાઇવે સુરેશ્રવર મહાદેવ તરફ નું રેલ્વે ફાટક નં.૩૪ સી તા.૧૨ ગુરુવાર તથા તા.૧૬ સોમવાર નાં બંધ રહેનાર હોવાનું રેલ્વે તંત્ર ની યાદી માં જણાવાયું છે.રબર લાઇજેશન ની કામગીરી થનાર હોય સુરેશ્રવર ફાટક છ દિવસ બંધ રહેશે. વિકલ્પ તરીકે શેમળા ફાટક તથા આશાપુરા અંડરબ્રિજ રેલ્વે તંત્ર દ્વારા દર્શાવાયા પરંતુ હાલ ગોંડલનાં બંને પુલ ભારે વાહનો માટે બંધ હોય આટકોટ, જશદણ, ભાવનગર, બગસરા,મોવિયા,દેરડી તરફથી આવતી એસ.ટી બસો સહિત ભારે વાહનો સુરેશ્વર ચોકડી થઈ ગોંડલ માં પ્રવેશતા હોય સુરેશ્રવર ફાટક ૨ દિવસ બંધ રહેનાર હોય વાહનવ્યવહાર માટે દુવિધા સર્જાઈ છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
