<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ધોકડવા ગામે જુગાર રમતા ૯ ઝડપાયા

પ્રભાસપાટણ : ગીરગઢડા  વિસ્તારના ધોકડવા ગામે ખાંભડા નામની સીમમાં ભાગે વાવવા રાખેલ વાડીએ જુગાર અંગે રેઇડ કરી  (૧) રમેશભાઇ ગદાભાઇ બલદાણીયા, (ફરાર) (૨) ગજરાજ ઉર્ફે ગજો આતુભાઇ ખસીયા, ઉ.વ.૩૬, ધંધો ખેતી,  (૩) પરેશભાઇ અરજણભાઇ કાતરીયા, ઉ.વ.૪૧, ધંધો ખેતી,  (૪) હીતેન્દ્ર ધીરુભાઈ કોટેચા, ઉ.વ.૪૨, ધંધો વેપાર (૫) રાજુભાઇ ભગવાનભાઇ શીયાળ, ઉ.વ.૩૪, ધંધો ખેતી,  (૬) મનુભાઇ રાણાભાઈ ધાપા, ઉ.વ.૪૫, ધંધો ખેતી (૭) હમીરભાઇ જેસાભાઈ વાજા,ઉ.વ.૪૫ ધંધો ખેતી, રહે. સંજવાપુર તા.ઉના (૮) વિક્રમસિંહ ગંભીરસિંહ ગોહિલ, ઉ.વ.૩૫ ધંધો ખેતી, રહે.સામતેર તા.ઉના (૯) ગોપાલભાઇ બાલુભાઈ મકવાણા,ઉ.વ.૨૯ ધંધો હીરાઘસુ,રહે. કોદીયા તા.  (૧૦) જાલમભાઇ રાણાભાઈ ચાવડા, (૧) રોકડ રકમ રૂ.૨,૪૭,૫૦૦/- (૨) મોબાઇલ નંગ-૦૮ કી.રૂ.૭૦,૦૦૦/-(૩) મોટરસાયકલ નંગ - ૦૨ કી.રૂ. ૬૫,૦૦૦/- (૪) જુગારસાહીત્ય તથા પાથરણુ કી.રૂ.૦૦/૦૦ કુલ મુદામાલ કી.રૂ.૩,૮૨,૫૦૦/- સાથે પકડેલ છે. આ કામગીરી કરનાર  એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ, પો.હેડ કોન્સ.રાજુભાઇ ગઢીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્સ. રાહુલભાઇ છેલાણા તથા વિજયભાઇ ચૌહાણ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી ડ્રા.પો હેડ કોન્સ. રાજુભાઇ પરમારે કરી હતી

(11:42 AM IST)