<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

ખંભાળીયાના કોલવા ગામે ધોળા દિ'એ પાંચ લાખની ઘરફોડી કરનાર અગાઉ નકલી પોલીસ બનેલ ગામનો જ આહિર શખ્સ ઝડપાયો

ખંભાળીયા તા. ૧ર :..  કોલવા ગામની સીમમાં રહેતા  નગાભાઇ રણમલભાઇ નંદાણીયા (આહીર) નાઓ તેની દીકરીને અભ્યાસ કરવા માટે જામનગર હોસ્ટેલમાં મુકવા ગયેલ તે વખતે દિવસ દરમ્યાન સોનાના દાગીના અને માતબર રોકડ રકમ મળી કુલ રૂ.૫,૧૦,૦૦૦/- ની ચોરી થયેલની ફરીયાદ આધારે ે ગુન્હો દાખલ થયેલ.

 હકિકત મળેલ કે, એક ઇસમ ટુ-વ્હીલર હીરો હોન્ડા પેશન રજી.નં.જીજે ૧૦ એ.એલ. ૨૨૯૭ નું લઇને સોનાના દાગીના વેચવા મોટી ખોખરી તરફથી ખંભાળીયા તરફ આવે છે. જે હકિકત આધારે ખંભાળીયાના માંઝા ગામના પાટીયા પાસે વોચ તપાસમાં રહી  આરોપીને ઝડપી લઇ, ચોરી કરેલ  મુદ્દામાલ મુજબના ચોરીમાં ગયેલ ઓરિજનલ સોનાના દાગીના, રોકડા રૂપીયા, ચોરીના રૂપીયાથી ખરીદ કરેલ નવો મોબાઇલ ફોન અને ગુન્હામાં ઉપયોગ કરેલ ટુ- વ્હીલર વાહન સહીત કુલ રૂ.૫,૧૮,૦૦૦/-(પાંચ લાખ અઢાર હજાર રૂપીયા પુરા) ના મુદામાલ સાથે   ધરપકડ કરી,

(૧) સામતભાઇ ઉર્ફે કારો ગોવીંદભાઇ કરંગીયા (આહીર), ઉવ-૨૪, ધંધો-ખેતી, રહે. કોલવા ગામ, સુનક વાડી વિસ્તાર, સામે કાર્યવાહી કરી હતી.

આરોપી બંધ મકાનની રેકી કરી બપોરના ભાગે ચોરી કરવાની ટેવ ધરાવે છે તેમજ અગાઉ આરોપી નકલી પોલીસ બની રૌફ જમાવતા, રૂપીયા પડાવતા પકડાયેલ છે.

એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પી.આઇ.  કે.કે. ગોહીલ ની રાહબારી હેઠળ પીએસઆઇ.  એ.એલ. બારસીયા, પી. એસ. આઇ.  પી.જે. ખાંટ, પી. એસ. આઇ એસ.એસ. ચૌહાણ, પી. એસ. આઇ એસ.વી. કાંબલીયા, એએસાઇ અરજણભાઇ ચન્દ્રાવાડીયા, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, અજીતભાઇ બારોટ, હરપાલસિંહ જાડેજા, અરજણભાઇ મારૂ, ડાડુભાઇ જોગલ, એચસી. ખીમાભાઇ કરમુર, સહદેવસીહ જાડેજા, ગોવિંદભાઇ કરમુર, પીસી. સચિનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ ડ્રા. એએસઆઇ  નરશીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, એચસી. હસમુખભાઇ કટારા અને વિશ્વદીપસીહ જાડેજા નાઓ જોડાયા હતા.

(11:58 AM IST)