<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જુનાગઢ ''અકિલા''ના પત્રકાર સ્વ.સુર્યકાન્તભાઇ જોષીની આજે ૧૭મી પુણ્યતિથી

ધારાસભ્ય, પૂર્વ ડે મેયર અને સાધુસંતો દ્વારા ઓનલાઇન શ્રધ્ધાજંલિ અર્પણ : પત્રકાર જગતમાં આ જાંબાઝ પત્રકારની પોણા બે દાયકા બાદ પણ તેઓની યાદ અતુર અમીટ રહી છે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૨: જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ.સુર્યકાંતભાઇ જોષીની આજે ૧૭મી વાર્ષિક પૂણ્યતિથિ છે. ત્યારે તેમને શ્રધ્ધાજંલી અર્પણ કરવા આજે સવારે ૯ કલાકે સોશ્યલ મીડીયાના માધ્યમથી ઓનલાઇન શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એ.એસ.આઇ શિવલાલભાઇ કરશનભાઇ જોષીના જયેષ્ઠ પુત્ર સુર્યકાંતભાઇ જોષીએ ૧૯૮૨માં અખબારી યાદી પહોંચાડવાની કામગીરીથી પ્રારંભ કર્યો હતો. આ ક્ષેત્રે તેમની ધગશ અને ઉત્સાહથી પ્રેરાઇને અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાએ સુર્યકાન્ત જોષીને રાજકોટ બોલાવી અકિલા પ્રેસમાં દશેક માસ તાલિમ આપી ત્યારબાદ જુનાગઢ જીલ્લાના પ્રતિનિધી તરીકે પસંદગી કરી હતી. પિતા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ પરિવારના નાતે પોલીસતંત્રમાં રીપોટીંગ ક્ષેત્રે અગ્રસ્થાને રહયા અને ટુકાગાળામાં અનોખી નામના મેળવી હતી. અકિલાના પાનેે સુર્યકાન્ત જોષી નામ ન હોય તેવો દિવસ તેમણે આવવા દિધો ન હતો અને સોરઠના અખબારી ક્ષેત્રમાં પોલીસ પત્રકાર તરીકે છાંપ ઉભી કરી હતી અને ગુજરાત પોલીસ ઉપરાંત જાહેરજીવનના આગેવાનો કાર્યકરો સુર્યકાંત જોષીથી અજાણ ન હતા. નાનીવયે અખબારી માધ્યમ અકિલાના બેનર હેઠળ મોટી નામના મેળવી હતી અને કમળાની ટુકી બિમારીથી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં તા.૧૨-૯-૨૦૦૭ના રોજ સારવાર દરમ્યાન અતિંમ શ્વાસ લીધા હતા.

આજે તેમના અવશાનને ૧૭ વર્ષ પૂર્ણ થતા ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડે મેયર ગિરીશભાઇ કોટેચા, ડો.ડી.પી. ચિખલીયા તેમજ ધુનડાના પુ.જેન્તિરામબાપા, ચાપરડાના પુ.મુકતાનંદબાપુ, પુ.ઇન્દ્રભારતીબાપુ, મેંદરડા પુ.સુખરામદાસબાપુ સહિતના સંતો-મહંતો ઓનલાઇન કાર્યક્રમમાં જોડાઇ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ત્યારે જોષી પરિવારના માતુશ્રી ગં.સ્વ.વિજયાબેન શિવલાલભાઇ જોષી તેમજ ગિરાબેન સુર્યકાન્ત જોષી, પુત્રી ઋષિતા મહેશકુમાર જોષી (સાઉદી અરેબીયા) પુત્ર અભિષેક અમદાવાદ, તેમજ સુર્યકાન્તભાઇના લઘુબંધુ વિનુભાઇ જોષી (પત્રકાર અકિલા જુનાગઢ) શ્રીમતી મિતાબેન જોષી, વિરલકુમાર જોષી (ન્યુઝીલેન્ડ) મૈત્રેય જોષી, મધુબેન દિનેશકુમાર તેરૈયા સહિતના પરિવારજનોએ ભાવાજંલી અર્પણ કરી હતી

(12:00 PM IST)