<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવ અંતર્ગત એઇટ વન્ડર ગ્રુપ દ્વારા ગણેશજીની મૂર્તિને 551 મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી પહેરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો : 11,111થી વધુ મોદક બનાવાયા

અગાઉ આ ગ્રુપ દ્વારા 8 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા : આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વ ફલક પર ચમકાવવાનો પ્રયાસ

જામનગર::જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવ અંતર્ગત એઇટ વન્ડર ગ્રુપ દ્વારા 551 મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી પહેરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો કર્યો છે. સાથે સાથે ગણપતિને પ્રિય 11,111થી વધુ મોદક લાડુ બનાવી પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવ્યા છે. અગાઉ આ ગ્રુપ દ્વારા 8 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વ ફલક પર ચમકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(4:40 PM IST)