<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

પાટણની સરસ્‍વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના : એક સાથે ચાર મૃતકોની અંતિમયાત્રા નીકળતા હૈયાફાટ રૂદન

મોટી સંખ્‍યામાં લોકો જોડાયા અંતિમયાત્રામાં મૃતકોને ભીની આંખે અંતિમ વિદાય અપાઇ : પરિવાર અને પાટણમાં ભારે શોક છવાયો

(જયંતીભાઈ ઠક્કર દ્વારા)પાટણ તા.૧૨ : પાટણની  સરસ્‍વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે પાટણ શહેરના પ્રજાપતિ સમાજના એક જ પરિવારના ૪ વ્‍યક્‍તિઓના પાણીના ડૂબી જવાથી મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.આજે તેમની અંતિમયાત્રા નીકળતા ધેરો શોક છવાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્‍તારમાં રહેતા પ્રજાપતિ સમાજના એક જ પરિવારના ચાર સભ્‍યો સરસ્‍વતી નદીમા ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા તેવા સમયે પ્રજાપતિ નયનભાઈ રમેશભાઈ  (વાગડોદવાળા), પ્રજાપતિ શિતલબેન નિતેશકુમાર (વારાહીવાળા), જીમિતકુમાર નિતેશકુમાર (વારાહીવાળા) અને પ્રજાપતિ દક્ષ નિતેશકુમાર (વારાહીવાળા) આ ચાર સભ્‍યોના મળત્‍યુ થયા હતા.

આજે સવારે  પાટણ શહેરમાં પ્રજાપતિ પરિવારનાં હૈયાફાટ રૂદન સાથે એકસાથે  ચાર સભ્‍યોની ઉઠી અર્થી હતી. આજે તમામ ચાર મળતકોની અંતિમયાત્રા નીકળી હતી.

મોટી સંખ્‍યામાં લોકો જોડાયા અંતિમયાત્રામાં મળતકોને ભીની આંખે અંતિમ વિદાય અપાઈ હતી.

(3:45 PM IST)