<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જુનાગઢ જિલ્લામાં વીજ શોક લાગવાની ૨ ઘટનામાં ૨ યુવાનના મોત

બીમારીથી કંટાળી જૂનાગઢના વૃદ્ધાનું એસિડ પી લેતા મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૨: જુનાગઢ જિલ્લામાં વીજ શોક લાગવાની ૨ ઘટનામાં ૨ યુવાનના મોત થયા હતા.

ભેસાણ તાલુકાના કરીયા ગામનો કિશન જયસુખભાઈ મકવાણા નામનો ૨૨ વર્ષનો યુવાન સુખપુર ગામની સીમમાં આવેલ વાડીએ પાણી વાળતો હતો.

ત્યારે ખેતરમાં આવેલ પાવર સબ સ્ટેશન પાસે વીજ શોકનો કરંટ લાગવાથી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

મૂળ રાજસ્થાનનો અને હાલ મેંદરડા ખાતે રહેતો મહેન્દ્ર રૂપલાલજી સુથાર નામનો ૧૯ વર્ષનો યુવાન મેંદરડા માં સાસણ રોડ પર આવેલ મા લક્ષ્મી ટ્રાવેલ્સના ગેરેજમાં વેલ્ડીંગ કરતો હતો તે દરમિયાન વીજ શોક લાગવાથી મૃત્યુ થયું હતું.

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ ત્રિલોકનગરમાં રહેતા મણીબેન ઉર્ફે મંજુબેન પ્રેમજીભાઈ પાણખાણીયા નામના ૬૨ વર્ષના વૃદ્ધાને આઠ વર્ષથી ડાયાબિટીસ અમે બીપીની બીમારી હોય જેનું દુઃખ સહન નહીં થતા એસિડ પી લેવાથી મણીબેનનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગે સી ડિવિઝન પોલીસે નિવેદન આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(1:39 PM IST)