<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

જામનગરમાં સાસરિયાના ત્રાસે લીધો વધુ એક પરણીતાનો ભોગ

જામનગર ખાતે રહેતા પિયર પક્ષ દ્વારા પતિ સહિતના સામે પોલીસ ફરિયાદ કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : ગાંધીનગર ખાતે રહેતા ઉર્વશી મેહુલકુમાર ત્રિવેદી (ઉમર વર્ષ 46) એ તારીખ 10. 9. 2024 ના રોજ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.

જામનગર ખાતેના પિયર પક્ષ દ્વારા એફ.આઇ.આર. દાખલ કરવા અડાલજ ,જિલ્લો ગાંધીનગર ખાતેના પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ એફ.આઇ.આર. નોંધવા પીડિતાના ભાઈ અંબરીશ હર્ષવર્ધન જાની એ અરજી કરી છે.

 પતિ મેહુલ મહેન્દ્રભાઈ ત્રિવેદી . રહેવાસી ગાંધીનગર.

દિયર અજય મહેન્દ્રભાઈ ત્રિવેદી, રહેવાસી રાજકોટ 

દેરાણી નિધિ મહેન્દ્રભાઈ ત્રિવેદી, રહેવાસી રાજકોટ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(4:33 PM IST)