<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આવતીકાલે કચ્છમાં

સદસ્યતા અભિયાન અંગે બેઠક, સાસંદ વિનોદ ચાવડાના નવા સંપર્ક કાર્યાલય ખુલ્લું મુકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : આવતીકાલ તા.૧૪.૯.૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે, ભુજ સ્થિત હોટલ સેવન સ્કાય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા સમીક્ષા બેઠક લેવા પધારી રહ્યા છે. ત્યાર બાદ મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના ભુજ મધ્યે નૂતન કાર્યાલય "સાંસદ સંપર્ક સદન" નું પાટીલના હસ્તે સવારે 11.30 કલાકે લોકાર્પણ કરવામાં આવશે.

(6:51 PM IST)