<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

વેરાવળમાં શ્રી રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા

વેરાવળ ખાતે વર્ષોની પરંપરાગત ભાદરવા સુદ દશમના દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારાઙ્ગ કામનાથ મહાદેવના મંદિરેથી શ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રા ખારવા વાડામાંઙ્ગ કાઢવામાં આવી હતી તેમજ આ શોભાયાત્રામાં સાગર ભુવન ગ્રુપ, શિવમ ગ્રુપ માર્કેટ, મચ્છી માર્કેટ ની તમામ બહેનો, મટન માર્કેટના તમામ વેપારીઓ, મુકેશભાઈ બરફવાળા, બજરંગ રસવાળા, ટાઈગર મિત્ર મંડળ, વિમલભાઈ ફોફંડી તથા ફોફંડી પરિવાર, ખારવા સમાજના પૂર્વ પટેલ ત્રીકમભાઈ આગિયા, ભીડીયા વાળા વિજયાબેન ચોરવાડી, મનીષભાઈ ખોડાબા, રણુજા મિત્ર મંડળ, મહાદેવ મિત્ર મંડળ, ભગવાન ભરોસે મિત્ર મંડળ, પવનપુત્ર ગ્રુપ, દેવજીભાઈ ડીસ વાળા, વેરાવળી મિત્ર મંડળ, ભાતલી મઢી મંદિર, શિવમ બાબા ગ્રુપ, આઝાદ ગ્રુપ રાજેશભાઈ ચોરવાડી, મસાણીયા ગ્રુપ આઝાદ ચોક, બાલાભાઈ કોટીયા તથા કોટીયા પરિવાર, મહાદેવ મિત્ર મંડળ, સંતોષી માતાજીનું મંદિર, પદમભાઈ ભુટ્ટી, ચાંદ મિત્ર મંડળ, ફૂલહાર વાળા વિપુલભાઈ માળી, સુરેશભાઈ ચોરવાડી, કિશોર ઇલેવન, મનસુખ ગ્રુપ, સાઈબાબા મિત્ર મંડળ, ગોવિંદભાઈ ખોડાબા, તથા ખોડાબા પરિવાર, ગૌરીબેન ખોડાબા, કામનાથ કે લાલ ગ્રુપ, રામદેવજી મિત્ર મંડળ, વરીડુમ પરિવાર, દ્વારા ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તથા જાલેશ્વરઙ્ગ રામદેવજી મહારાજના મંદિરના પૂજારી ગોપાલ બાપુ સહિતનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

(10:34 AM IST)