News of Saturday, 14th September 2024
ઉના- ભાવનગર હાઇવે ઉપર ૬૦ કિ.મી.થી ઓછા અંતરમાં નવા ટોલ પ્લાઝાના કામ બંધ કરાવવા માંગણી
પૂર્વ ધારાસભ્ય પુંજાભાઇ વંશ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજુઆત

(નવીન જોષી દ્વારા) ઊના તા.૧૪: પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઇવે રોડ ના કેન્દ્રીય મંત્રી નીતિન ભાઈ ગડકરી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને લેખિતમા રજૂઆત કરી છે કે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે રોડ ટોલ ટેક્સ વસૂલ કરવા ૬૦કી.મી. થી ઓછા અંતરે ટોલ પ્લાઝા ઊભા કરવામાં આવી રહીયા છે અને મંજૂરી મળતા ટોલ ટેક્ષ વસુલ કરવાનું શરૂ કરવામાં આવશે.
મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીએ સાંસદમા જણાવેલ કે બે ટોલ પ્લાઝા વચ્ચે ૬૦કી.મી.થી વધુ અંતર હોવું જોઈએ અને ઓછું હોય તો ટોલ પ્લાઝા દૂર કરવા પરંતુ સોમનાથથી ૧૨કી.મી. અંતરે ડારી ટોલ પ્લાઝા છે હાલ ટોલ ટેક્સ વસૂલ કરવા મા આવે છે. જયારે બીજું ટોલ પ્લાઝા સોમનાથથી ૧૦કી.મી. અંતરે સુંદર પરા પાસે ઉભુ કરવામાં આવ્યું છે. ત્રીજું ટોલ પ્લાઝા સોમનાથથી ૫૦કી.મી. અંતરે વેળવા ગામ પાસે ટોલ પ્લાઝા ઉભુ કરવામાં આવ્યું છે.
સરકારની મંજુરી મળે ટોલ ટેક્સ વસૂલ કરવા શરૂ કરવામાં આવશે પરંતુ સંસદમા આપેલ માહિતી મુજબ બે ટોલ પ્લાઝા વચ્ચે ૬૦કી.મી. અંતર થતું નથી ઓછું થાય છે. તો ત્રણ ટોલ પ્લાઝા પૈકી એક ટોલ હટાવવું જોઈએ. તો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ નીતિનભાઈ ગડકરીની સુચના સમજી શકયા નથી કે પછી નિયમોનું ખોટું અર્થઘટન થતું હોય. ૬૦કી.મી. વચ્ચે આવતા ટોલ પ્લાઝા હટાવવા કામગીરી કરવામા આવે તેવી માંગણી પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીને રજુઆતમાં કરી છે
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
