News of Saturday, 14th September 2024
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાની સફળ રજુઆત
રાજયમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં દાખલ નોંધ અને પ્રમાણિત કરવાના નિર્ણયમાંની કાર્યવાહીમાં સરળતા લાવતા મુખ્યમંત્રીઃ ખેડૂત ખરાઇ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯પ થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

(ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૪: સંવેદનશીલ સરકાર અને ઉદારતાવાદી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવશના પ્રથમ દિવસે જ રાજ્યભરના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોક ઉપયોગી નિર્ણય આજે ત્રણ વર્ષ પૂર્ણ થતાં ચોથા વર્ષના પ્રથમ દિવસે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ૧૯૫૧-૫૨થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા ગુજરાત રાજ્યમાં અમલમાં હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે. ૧૯૫૧-૫૨થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે,
ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે. આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિન ઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ખેતીની જમીનની વેચાણ નોંધ ઙ્કમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. ૬ એપ્રિલ ૧૯૯૫ પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે.એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે ૬ એપ્રિલ ૧૯૯૫ પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં. ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિરાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે જે અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાલા અને વિઘાનસભાના નાયબ દંડક કૌશીકભાઇ વેકરીયાએ દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી અને ભાજપની સરકારનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો તેમ સત્વ અટલ ધારા કાર્યલાય ના ઇન્ચાર્જ જે.પી. હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
