તા. ૨૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૧ ગુરૂવાર
News of Monday, 16th September 2024
ચોમાસાની ઋતુમાં પરોઢિયે વરસી ઝાકળવર્ષા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર

આટકોટ વહેલી સવારે ધુમ્મસ છવાયું હતું વીજીલીટી ઘટી જતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મોડે સુધી ધુમ્મસ છવાયું રહ્યું હતું વાહન ચાલકો ને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું. (તસ્વીરઃ કરશન બામટા આટકોટ)
રાજકોટ, તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ બરકરાર છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તેવા સમયે આજે સોમવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે ૩:૩૦ વાગ્યાની આસપાસ ઝાકળવર્ષા થતા શિયાળા જેવું વાતાવરણ છવાઇ ગયું હતું. જો કે, આ ઝાકળા વર્ષા અમુક જગ્યાએ સવાર સુધી તો અમુક જગ્યાએ થોડી વાર માટે ઝાકળ વર્ષા જોવા મળી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરાજ સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪.૪, મહતમ તાપમાન ૩ર, ભેજનું પ્રમાણ ૮૧ટકા, પવનની ગતિ ૮.૩ કિ.મી. રહી હતી.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
