સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો ખેડૂતોને લોનમાં રાહત આપી નવુ ધિરાણ આપો : કોંગ્રેસ ચૂંટણીના મોડમાં: હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની સંગઠન બેઠક મળીઃ કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી : કોંગ્રેસના સિનિયર મહાસચિવ, સાંસદ અને ગુજરાતના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાએ મોરબીમાં ખેડૂત મહાસભા પૂર્વે રાજકોટના અખબારોને કર્યુ સંબોધનઃ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છમાં ભંયકર સ્થિતીઃ પાણી, વિજળીની ઘટ અને જણસોના પુરતા ભાવના અભાવે ખેડૂતો ટળવળી રહયા છેઃ અદાણીની પાવર, ટ્રાન્સમિશન લાઇનના કારણે સેંકડો ખેડૂતોએ જમીન ગુમાવીઃ ખેતીની જમીનોના ભાવ ગગળ્યાઃ વિજ ટાવરના બદલામાં ૨૫ વર્ષ સુધી દર વર્ષે ખેડૂતોને ૩૦ હજાર વળતર આપોઃ દિલ્હી-ગાંધીનગરની સરકારે ખેડૂતોનો અવાજ રૂંધી નાખ્યો છે : આજી અને ભાદર ડેમમાં માત્ર ૫૦ ટકા જેટલો જળજથ્થો બચ્યો છે ત્યારે રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરવા માટે કેમ તૈયાર નથી? : ટેકાના ભાવે ખરીદી માટેના પોર્ટલ રજિસ્ટ્રેશનમાંથી આશરે ૮૦ હજાર ખેડૂતોનાં નામ દૂર કરી સરકારે અન્યાય કર્યો2:50 PM IST
'સાયબર શોક!' : અમેરિકી બેંકિંગ ક્ષેત્રને હચમચાવતી ઘટના : પરવાનગી વગર ગ્રાહકોના ખાતામાં એન્ટ્રી કરી રહ્યા છે AI એજન્ટ્સ, બેંકોમાં ભારે દોડધામ : મોર્ગન સ્ટેન્લી, બેંક ઓફ અમેરિકા, જેપી મોર્ગન અને વેલ્સ ફાર્ગો જેવી દિગ્ગજ બેંકો એલર્ટ પર : અનધિકૃત મની ટ્રાન્સફર અને ફંડ હેરફેરના જોખમને રોકવા કડક પ્રતિબંધો લાગુ (ન્યૂઝફર્સ્ટ)8:10 PM IST
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો : એમસીએક્સ પર સોનું ૩,૦૦૦ રૂપિયાથી વધુ ગગડ્યું, જ્યારે ચાંદીમાં લગભગ ૫ ટકાનો ઘટાડો નોંધાયો : વૈશ્વિક બજારોની નરમાઈ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે કિંમતી ધાતુઓમાં ભારે ધડાકો : ધનતેરસ અગાઉ ખરીદી માટે સોનું આકર્ષક સ્તરે પહોંચ્યાનું નિષ્ણાતોનું મંતવ્ય : જાણો વિવિધ મહાનગરોના હાજર ભાવ12:04 AM IST
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું : દક્ષિણ કોરિયાના પ્રમુખ ટેક્સટાઇલ હબ ‘દેગુ’ ખાતે યોજાઈ ‘ગુજરાત–કોરિયા રાઉન્ડટેબલ બેઠક’: ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ટેકનિકલ આદાનપ્રદાન તથા રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ: કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ ગુજરાત અને કોરિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગ વધારવા પર ભાર મુકાયો9:31 PM IST
કાર પ્રવાસ વધુ સુરક્ષિત બનશે : સરકારે ઓટોમેટિક બ્રેકિંગ, લેન કીપિંગ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ માટે જાહેર કર્યા નવા નિયમો : કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી : ૧ ઓક્ટોબર ૨૦૩૦થી નવા મૉડેલોમાં ઓટોમેટિક બ્રેકિંગ અને ૨૦૨૭ થી ૨૦૩૨ દરમિયાન તબક્કાવાર સુરક્ષા ધોરણો લાગુ થશે (ન્યૂઝફર્સ્ટ)9:28 PM IST
દક્ષિણ કોરિયાના પ્રખ્યાત ‘યંગવન કોર્પોરેશન’ કંપનીને ગુજરાતમાં રોકાણ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આમંત્રણ : વૈશ્વિક સ્તરે અંદાજે ૧ લાખથી વધુ કર્મચારીઓ ધરાવતી ટેક્સટાઇલ અને આઉટડોર ગારમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની ‘યંગવન કોર્પોરેશન’ સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક: ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને નવસારીના ‘પીએમ મિત્રા પાર્ક’માં સંયુક્ત સાહસો સ્થાપવા હર્ષ સંઘવીએ કર્યું આહવાન9:35 PM IST
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના વિવાદાસ્પદ 'ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ' સામેની અરજી પર કરી મહત્વપૂર્ણ સુનાવણી: અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી ચોક્કસ તથ્યો સાથે નવી અરજી દાખલ કરવા આદેશ : વ્યક્તિગત અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ વચ્ચેના ટકરાવ પર હાઈકોર્ટનું કડક વલણ; લગ્ન દ્વારા થતા ધર્માંતરણ અને સ્વેચ્છાએ થતા ધર્મપરિવર્તન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા મુખ્ય ન્યાયાધીશની મહત્વની ટિપ્પણી.9:24 PM IST
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ ગોળીબાર કેસમાં નવા અને ચોંકાવનારા ખુલાસા: અભિનેતાની ટીમે હાથ પરના નિશાનનો વીડિયો શેર કરી લખ્યું 'ઈશ્વર દયાળુ છે', તો બીજી તરફ ગેંગસ્ટર અનિલ પંડિત વોન્ટેડ જાહેર : મુંબઈના જુહુમાં થયેલી આ ભયાનક ઘટના બાદ અત્યાર સુધીમાં ૧૦ આરોપીઓની ધરપકડ; લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના કથિત જોડાણ અને સલમાન ખાન સાથે કામ ન કરવાની ધમકી પાછળનું મોટું ષડયંત્ર ઉજાગર.8:56 PM IST
તિબેટમાં આવેલા ૭.૦ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી: જર્મન રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું કેન્દ્રબિંદુ : ઉત્તરી તિબેટના નાગ્કુ વિસ્તારમાં આવેલા આ વિનાશક ભૂકંપના આંચકાથી સ્થાનિક નાગરિકોમાં વ્યાપી ગયો ભય; વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા સ્થિતિ પર રાખવામાં આવી રહી છે સઘન નજર.9:08 PM IST
મરાઠા અનામત આંદોલનને કચડી નાખવા માટે ૫૦૦ કરોડ રૂપિયાની તોતિંગ ઓફર આપવામાં આવી હોવાનો મનોજ જરંગે પાટીલનો સનસનાટીભર્યો આક્ષેપ: મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ભૂકંપ વચ્ચે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ આરોપોને ફગાવ્યા : જાલનામાં ઓડિયો ક્લિપ જાહેર કરીને વિરોધ પ્રદર્શનને નબળું પાડવાના ગંભીર કાવતરાનો દાવો કરતા જરંગે પાટીલ; મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે દ્વારા નક્કર પુરાવા સાથે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવા અને ફોરેન્સિક તપાસની માંગ.8:54 PM IST
લોકપ્રિય વેબ બ્રાઉઝર ગેમ 'સ્ટીક રન' ના સર્જક અને જર્મન પ્રભાવક મેન્યુઅલ ઓટ્ટોનું ટ્વિચ લાઇવસ્ટ્રીમ દરમિયાન કરુણ અને આઘાતજનક મૃત્યુ: ઓનલાઈન પ્રસારણમાં જાતે જ આગ લગાડીને જીવન ટૂંકાવ્યું : દક્ષિણપૂર્વ જર્મનીના બાવેરિયા પ્રદેશમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી વૈશ્વિક ગેમિંગ જગતમાં ભારે શોક અને અરેરાટી; કરોડો ખેલાડીઓના દિલ પર રાજ કરનાર ગેમના સર્જકની વિદાયથી મિત્રો અને પ્રશંસકોમાં સ્તબ્ધતા.8:50 PM IST
સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં વેચવાલીના દબાણ અને મથકો પાછળ નરમાઈનું વલણ જળવાઈ રહેતા ભાવમાં મોટો ઘટાડો: હાજર બજારમાં ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. ૨૦ થી ૭૨ સુધી ગગડ્યા : મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલો પર માંગ મર્યાદિત રહેતા ટેન્ડરોના ભાવ ઘટ્યા; સ્ટોકિસ્ટો અને રિટેલ વેપારીઓનો ઉપાડ જળવાઈ રહેવા છતાં સ્મોલ અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં નોંધાઈ મર્યાદિત નરમાઈ.8:45 PM IST
મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓની રેલવે પ્રશાસન સમક્ષ અનેકવિધ માંગણીઓ: એસી લોકલનું ભાડું ઘટાડવા અને મહિલાઓ માટે વધુ ડબ્બા ફાળવવાની પ્રબળ રજૂઆત : મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત ‘રેલ જનસંવાદ’ કાર્યક્રમમાં મુંબઈગરાઓએ ઠાલવી પોતાની વેદના; રોજ સાત લાખથી વધુ પ્રવાસીઓની અવરજવર વચ્ચે સ્ટેશનો પર પાયાની સુવિધાઓ વધારવા અને સુરક્ષા મજબૂત કરવા પર ભાર.8:37 PM IST
માળખાકીય અને ઓટોમોબાઈલ ક્ષેત્રની મજબૂત માંગને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં દેશમાં કોપર (તાંબા) ની માંગમાં ૧૨ ટકાનો શાનદાર ઉછાળો: કુલ વપરાશ ૨૧૦0 કિલોટનની સપાટીએ પહોંચ્યો : દેશના ૭.૭ ટકાના જીડીપી વૃદ્ધિદરને પાછળ છોડીને કોપર ક્ષેત્રે નોંધાઈ અભૂતપૂર્વ પ્રગતિ; વાયર, કેબલ, ટ્રાન્સફોર્મર અને પેસેન્જર વાહનોની માંગ વધવાથી ઔદ્યોગિક ગતિવિધિઓને મળ્યું પ્રોત્સાહન.8:33 PM IST
મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને ફટાકડાના પ્રતિબંધના ભંગ બદલ બોમ્બે હાઈ કોર્ટની લાલ આંખ: બીએમસી, પોલીસ અને એમપીસીબીના વડાઓને ૨૬ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા ફટકારાયો આદેશ : નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવતા સત્તાવાળાઓ સામે અદાલતે માંગ્યો ખુલાસો; નિયમો માત્ર કાગળ પર હોવાનો ઉલ્લેખ કરી અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની આપી ચેતવણી.8:31 PM IST
મહિલા બિઝનેસ પાર્ટનર સાથે અંગત ક્ષણોનો વીડિયો બનાવીને બ્લેકમેઇલ કર્યો: નવી મુંબઈના જીમ માલિકે ૩૮ લાખ રૂપિયા પડાવ્યા બાદ પોલીસે કરી ધરપકડ : વ્યાવસાયિક અને અંગત સંબંધોની આડમાં બ્લેકમેઇલિંગનું ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપી ઝડપાયો; પીડિતાની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધીને બે દિવસની પોલીસ કસ્ટડી મેળવી.8:30 PM IST
પાલઘરના વાઢવણ પોર્ટ નજીક સાકાર થશે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો મેગા કેમિકલ પાર્ક: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકાર પાસે માગી મંજૂરી : રાજ્ય સરકાર દ્વારા ૨,૫૦૦ થી ૫,૦૦૦ એકર જમીન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત; કેન્દ્રના ૧,૦૦૦ કરોડ અને રાજ્યના ૫૦૦ કરોડના સહયોગથી ઔદ્યોગિક વિકાસને મળશે નવી ગતિ.8:27 PM IST
અમેરિકા-મેક્સિકો સરહદ પર ઓટોમેટિક કેમેરામાં કેદ થયો ૬ ફૂટ લાંબો અત્યંત રહસ્યમય અને અજાણ્યો જીવ: એલિયન કે કોઈ નવો શિકારી પ્રાણી હોવાની ચર્ચાએ પકડ્યું જોર : વિખ્યાત યુએફઓ (UFO) નિષ્ણાત જેમે મૌસાન દ્વારા તસવીરો જાહેર કરાતા વૈજ્ઞાનિક સમુદાયમાં મચ્યો હડકંપ; પૃથ્વી પર અગાઉ ક્યારેય ન જોવાયેલી શારીરિક રચના ધરાવતા આ જીવની હરકતોએ દુનિયાભરના સંશોધકોને અસમંજસમાં મૂક્યા.8:24 PM IST
પીએચડીના નામે ચાલી રહ્યું છે ભયાનક શોષણ: પીએચડી માર્ગદર્શન આપવા બદલ પ્રોફેસર દ્વારા સંશોધન વિદ્વાન પાસે લાંચ માંગવાની ઘટનાથી ભારતીય શિક્ષણ જગતમાં મચી ગયો હાહાકાર : સંશોધન વિદ્વાનોના શોષણ, લાંચ-રૂશ્વત અને ઉત્પીડનની કડવી વાસ્તવિકતા; કડક સરકારી માર્ગદર્શિકા અને અદાલતના આદેશો છતાં શૈક્ષણિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચારની સંસ્કૃતિ યથાવત રહેવા સામે ઉઠતા સવાલો.7:54 PM IST
ટાઈગર શ્રોફ પર હુમલાની ઘટના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ભૂકંપ: વિપક્ષી પક્ષોની સરકાર સામે લાલ આંખ, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આર્થર રોડ જેલની 'અંડા સેલ'માં ધકેલવાની ઉગ્ર માંગ : અભિનેતા પર થયેલા હુમલાથી રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે ઉભા થયા ગંભીર સવાલો; જેલની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠતા પ્રશ્નો વચ્ચે વિપક્ષે સરકારને ઘેરીને કડક પગલાં લેવાની ચીમકી આપી.7:45 PM IST
અગાઉના પેન્ડિંગ ફોજદારી કેસો માત્રથી જામીન નકારી શકાય નહીં: દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ૧૬ મહિનાથી જેલમાં બંધ આરોપીને શરતી જામીન મંજૂર : દોષિત સાબિત ન થયા હોય તેવા પેન્ડિંગ કેસોને આધાર બનાવીને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને છીનવી ન શકાય; ટ્રાયલ પહેલાંની અટકાયત ક્યારેય સજાનું સ્વરૂપ ન બનવી જોઈએ તેવી અદાલતની સ્પષ્ટ ટકોર.7:40 PM IST
બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ભારતીય મુસાફરના અચાનક ભારે હોબાળા અને વિચિત્ર વર્તનને કારણે પાયલટે લીધો મોટો નિર્ણય: વિમાનને એરપોર્ટ પર પરત વાળવું પડ્યું : મુસાફરની અસામાન્ય હરકતોને પગલે સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને બેંગકોક પરત લાવવામાં આવી; મેડિકલ ટીમ દ્વારા મુસાફરને હટાવ્યા બાદ ૪૫ મિનિટ પછી ફ્લાઇટે મુંબઈ માટે ભરી પુનઃ ઉડાન.7:32 PM IST
પેસિફિક મહાસાગરના તાપમાને તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ: વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) ની અત્યંત ગંભીર ચેતવણી, આગામી મહિનાઓમાં ત્રાટકશે અપવાદરૂપે અત્યંત શક્તિશાળી 'અલ નીનો' : સમુદ્ર સપાટીનું તાપમાન ૩.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની આશંકા; ભારતમાં દુષ્કાળનું જોખમ વધવાની સાથે વૈશ્વિક સ્તરે ગંભીર આબોહવાકીય પરિવર્તનો સર્જાવાની દહેશત.7:25 PM IST
'લાંબા સમય સુધી ટ્રાયલ પૂર્વેની અટકાયત એ ટ્રાયલ વગરની સજા ન બની શકે': રાજસ્થાનના ચકચારી જલ જીવન મિશન ભ્રષ્ટાચાર કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ ચંદ્ર જોશી અને મુકેશ પાઠકને મળ્યા જામીન : નાણાકીય અનિયમિતતાના ગંભીર આરોપો પણ વ્યક્તિગત સ્વતંત્રતા અને ઝડપી ટ્રાયલના મૂળભૂત અધિકારને છીનવી ન શકે; ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગવાની સંભાવના હોવાથી અદાલતે કસ્ટડી લંબાવવાનો ઇનકાર કર્યો.7:23 PM IST
ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીધા બાદ 450 લોકોને સાવચેતીરૂપે હડકવા વિરોધી રસી અપાઈ : લોકોમાં ફફડાટ : ગાય કૂતરાની જેમ વિચિત્ર રીતે ભસવા લાગી :ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ગોલા બ્લોક સ્થિત દાડી ખાસ ગામમાં દુર્ગાપૂજા દરમિયાન પ્રસાદીનું ચરણામૃત બે ગામના લોકો માટે ભારે ચિંતાનું કારણ બન્યું 7:18 PM IST
દિલ્હીના વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ક્રિએટર અમીર શોકીનની ત્રિપુરાના યુવક સાથે જાતિવાદી દુર્વ્યવહાર કરવાના કેસમાં ધરપકડ: સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ પોલીસની મોટી કાર્યવાહી : ત્રિપુરાના યુવકને 'ચાઈનીઝ' કહીને અપમાનિત કરવાના મામલે ભારે રોષ ફાટી નીકળ્યા બાદ દિલ્હી પોલીસે યુટ્યુબરની કરી ધરપકડ; અગાઉ વિડીયો સ્ક્રિપ્ટેડ હોવાનો દાવો કરીને માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો.7:03 PM IST
ચકચારી 'બ્લુ ડ્રમ હત્યા કેસ'માં મૃત્યુદંડની સજા પામેલી મુસ્કાનની માસૂમ પુત્રીની કસ્ટડી મેળવવા માટે મુંબઈના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી પહોંચ્યા મેરઠ કોર્ટ: બાળકીના ઉછેર અને ભવિષ્યની તમામ જવાબદારી લેવાની કરી તૈયારી : ફૈઝાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ દાખલ કરી અરજી; શિક્ષણ, તબીબી સારવાર અને લગ્ન સુધીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવતા કાનૂની અને પ્રશાસકીય પ્રક્રિયાઓ પર શરૂ થઈ ચર્ચાઓ.6:53 PM IST
યુએસ વિઝા મેળવવા ઈચ્છતા ભારતીય અરજદારો માટે મોટા સમાચાર: વિઝિટર વિઝા સ્લોટ મેળવવા માટે ૧૨ મહિના સુધીનો લાંબો પ્રતીક્ષા સમય, જ્યારે વર્ક વિઝા માટે રાહ જોવી પડશે સાડા છ મહિના સુધી : અમેરિકી દૂતાવાસના તાજેતરના ડેટા અનુસાર મુંબઈમાં સૌથી વધુ ૧૨.૫ મહિના સુધીનો સરેરાશ પ્રતીક્ષા સમય; વિદ્યાર્થી અને એક્સચેન્જ વિઝા માટે રાહ જોવાનો સમય પ્રમાણમાં ઘણો ઓછો.6:49 PM IST
વડાપ્રધાનના નિવાસસ્થાન પાસે આવેલી ૧૨૦ વર્ષ જૂની મસ્જિદને ખાલી કરવાની નોટિસ મળતા મેહબૂબા મુફ્તીનો કેન્દ્ર સરકાર પર પ્રચંડ પ્રહાર: 'આ કાર્યવાહી સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ છે!' : પીડીપી વડાએ સત્તાવાર કાર્યવાહી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો; સદીઓ જૂના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને લઘુમતીઓની આસ્થા સાથે ઠેસનો આક્ષેપ.6:48 PM IST
રામપુર જેલમાં બંધ આઝમ ખાનની મુલાકાત બાદ અખિલેશ યાદવના ભાજપ પર આકરા પ્રહાર: રામપુર બેઠક પરથી ઉમેદવારના નામ અંગે પૂછતાં ગુસ્સે ભરાયા સપા પ્રમુખ : જૌહર યુનિવર્સિટીને નષ્ટ કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યાનો દાવો; આઝમ ખાનના પરિવાર સાથે અન્યાય થયો હોવાનું જણાવી સરકારી મશીનરીના દુરુપયોગના કર્યા ગંભીર આક્ષેપો.6:46 PM IST
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ મોદી સાથે કરી ખાસ ટેલિફોનિક ચર્ચા: સ્મિત મચ્છર સાથે ઇઝરાયલના સ્વતંત્રતા દિવસે મશાલ પ્રજ્વલિત કરવા આપ્યું ભવ્ય આમંત્રણ : બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ મહત્વપૂર્ણ વાતચીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું; ઇઝરાયલની આગામી સ્વાતંત્ર્ય ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે જોડાવા માટે પાઠવવામાં આવ્યું સન્માનજનક આમંત્રણ.6:45 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવેદનથી પંજાબના રાજકારણમાં ગરમાવો: ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થવાની અટકળો જોરશોરથી શરૂ : વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અકાલી દળ વચ્ચે નવેસરથી જોડાણના સંકેતો; દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિતભાઈ શાહે પંજાબમાં એનડીએ (NDA) સરકાર બનવાનો કર્યો દાવો.6:43 PM IST
કન્યાકુમારીથી કેદારનાથ સુધીની દિવ્ય સનાતન 'ભારત સ્વસ્તિક યાત્રા' તેના અંતિમ ચરણમાં : સંકીર્તન અને સત્સંગ સાથે આવતીકાલે થશે ભવ્ય સમાપન : પૂ. મોરારિબાપુના માર્ગદર્શન હેઠળ રેલમાર્ગે યોજાયેલા આ પખવાડિયાના દિવ્ય રામકથા ઉપક્રમમાં દેશભરના તીર્થસ્થાનો અને રેલમથકો પર ભાવિકોએ માણી ભક્તિની અનન્ય મોજ6:31 PM IST
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબાર કેસમાં મોટો ઘટસ્ફોટ: દિલ્હીથી પકડાયેલી બે મહિલાઓ સહિત ચાર આરોપીઓને ૨૬ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપાયા : હુમલાખોરોને હથિયારો પહોંચાડવા અને હાઇ-પ્રોફાઇલ ષડયંત્રમાં સંડોવણી હોવાનો પોલીસનો દાવો; અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ થતા મુંબઈ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ.6:32 PM IST
મુંબઈ લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ ત્રાહિમામ: અચાનક અને પૂર્વસૂચના વગરના મેગાબ્લોકથી રોષે ભરાયેલા મુસાફરોએ સ્ટેશન પર કર્યો હોબાળો, ઉગ્ર 'રેલ રોકો' આંદોલનની ચીમકી : પશ્ચિમ અને મધ્ય રેલવેમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેનોનું શેડ્યૂલ સંપૂર્ણપણે ખોરવાતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ચરમસીમાએ; સ્ટેશન માસ્ટરનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો.5:56 PM IST
PHPમાં લોચોઃ અમેરિકા - યુરોપ સહિતનાં દેશોમાં બંધ થઇ વેબસાઇટ : વિશ્વભરની અનેક સરકારોએ પોતાની વેબસાઇટો બંધ કરીઃ બગને કારણે NSAએ જારી કરી એડવાઇઝરી પાસવર્ડ વિના સર્વરમાં ઘૂસણખોરીનો ભય : સુરક્ષા સુધારાવાળી આવૃત્તિઓ જાહેરઃ તાત્કાલિક અપડેટ કરવા તાકીદ; સુરક્ષા સુધારો શક્ય ન હોય તો જોખમી સેવાઓ અસ્થાયી બંધ રાખવા સલાહ : ક્લાઉડફલેરના મુખ્ય કાર્યકારી અધિકારી મેથ્યુ પ્રિન્સે એક્સ ઉપર જણાવ્યું કે ખામીઓ જાહેર થયા પછી તેમના નેટવર્ક ઉપર તેનો લાભ ઉઠાવવાના પ્રયાસો લાખોમાં પહોંચ્યા હતા. આ આંકડો હુમલાના પ્રયાસોનો છે. યુરોપ સહિત કેટલાક વિસ્તારોમાં સરકારી વેબસાઇટ અને અન્ય ઓનલાઇન સેવાઓ સુરક્ષાત્મક પગલાં માટે અસ્થાયી બંધ પણ કરવામાં આવી હતી2:52 PM IST
દિલ્હી હાઇકોર્ટમાં વિદ્યાર્થી નેતા નેહા બોરાનું મોટું નિવેદન: CJP ના વિરોધ પ્રદર્શનથી પોતાને સંપૂર્ણપણે અલગ કર્યા, પોલીસ નોટિસને ગણાવી પડકારરૂપ : AISA નેતા નેહા બોરાએ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું કે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં થયેલું પ્રદર્શન અન્ય સંગઠનનું હતું; ત્રિરંગો ફરકાવવા પરવાનગીની જરૂર નથી હોતી.5:07 PM IST
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈ પર ફિલ્મ બનાવનાર નિર્માતા અમિત જાનીને મળી જાનથી મારી નાખવાની ધમકી: 'જો ટાઈગરને ગોળી મારી શકાતી હોય, તો તારું શું ગજું!' : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત ફિલ્મ બનાવી રહેલા નિર્માતાને અલગ-અલગ ગેંગ તરફથી સતત મળી રહી છે ધમકીઓ; નોઈડા પોલીસ અને ગૃહ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ.5:05 PM IST
દિવાળી પર્વ નિમિત્તે યુએસ પોસ્ટલ સર્વિસની મોટી ભેટ: ભારતીય કલાકાર સંગીતા ભૂતડાની રંગોળી કળા દર્શાવતી વિશેષ '૨૦૨૬ દિવાળી ફોરએવર સ્ટેમ્પ'નું અનાવરણ : અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને યુએસપીએસના અધિકારીઓની હાજરીમાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં અદ્ભુત ટપાલ ટિકિટ રજૂ કરાઈ.5:05 PM IST
SBI ડેટા લીક મામલે ગ્રાહકોમાં ચિંતાની લહેર: લગભગ ૪ હજાર ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર લીક થતાં બેંકે શરૂ કરી ઉચ્ચ સ્તરીય તપાસ : મુખ્ય બેંકિંગ પાસવર્ડ, એટીએમ પિન કે ઓટીપી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો; સાયબર ગુનેગારો દ્વારા આ ડેટાનો દુરુપયોગ કરી ફ્રોડ આચરવાની આશંકા વચ્ચે સાવચેતી રાખવા અપીલ.4:21 PM IST
ICICI બેંકના બચત ખાતાધારકોને મોટો ઝટકો: ૧ ડિસેમ્બરથી કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં વધારો, ફ્રી લિમિટ વટાવનારા ગ્રાહકોને વધુ શુલ્ક ચૂકવવો પડશે : માસિક ૩ મફત વ્યવહાર અને રૂ. ૧ લાખની ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત રહેશે, પરંતુ વધારાના રોકડ ઉપાડ કે જમા પર પ્રતિ હજાર ચાર્જ રૂ. ૩.૫૦ થી વધારીને રૂ. ૪ કરાયો.4:21 PM IST
આરબીઆઈ એમપીસી મિનિટ્સમાં ફુગાવા અંગે આકરો સંકેત: ડિસેમ્બરમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો થવાની અર્થશાસ્ત્રીઓની પ્રબળ અપેક્ષા : વધતા જતા ભાવ અને મોંઘવારીના દબાણ વચ્ચે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) રિસર્ચ અને વિશ્લેષકોએ વ્યાજ દરો વધુ કડક બનવાના આપ્યા સંકેત; બોન્ડ યીલ્ડ પર દબાણ યથાવત.4:20 PM IST
શેરબજારમાં રેડ સિગ્નલ: કાચા તેલના ભાવ $૧૧૧ ને પાર પહોંચતાં સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૨૪ પોઈન્ટ તૂટ્યા, ૭૩,૨૪૯.૩૯ અને ૨૨,૬૮૭.૬૫ ના મથાળે બંધ: રોકાણકારોના ₹૩.૮૪ લાખ કરોડ સ્વાહા! : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું.4:20 PM IST
eMudhra સુરક્ષા ગડબડ મામલે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી: MeitY એ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા, ગૂગલે સર્ટિફિકેટ્સ કર્યા બ્લોક અને શેર ૨૦% તૂટ્યા : ડિજિટલ ટ્રસ્ટ કંપનીની નબળી કી સર્જાતાં સાયબર સુરક્ષા સામે જોખમ ઊભું થતાં CERT-In એ એડવાઈઝરી જારી કરી; જોકે ભારત સ્થિત eSign અને DSC સેવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો.4:20 PM IST
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનો ભારત પ્રવાસ સંપન્ન: દ્વિપક્ષીય વેપાર કરાર અને ઊર્જા સુરક્ષા અંગે ભારત-અમેરિકા વચ્ચે યોજાઈ નિર્ણાયક ચર્ચા : ગેટવે ઓફ ઈન્ડિયાની તસવીર શેર કરીને રૂબિયોએ આર્થિક ભાગીદારી મજબૂત બનાવવાની ખાતરી આપી; જામનગર રિફાઇનરીની મુલાકાત લઈ ઊર્જા ક્ષેત્રે રોકાણ પર મૂક્યો ભાર.4:19 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પોલિશ કંપનીઓને મોટું આમંત્રણ: સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે ભારત સાથે મળીને ટેક્નોલોજી વિકસાવવા અને ઉત્પાદન કરવા આહ્વાન : હૈદરાબાદ હાઉસ ખાતે પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક સાથે સઘન વાટાઘાટો યોજાઈ; બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર અને કોલ્હાપુરના રાજવી પરિવારના પોલિશ શરણાર્થીઓ પ્રત્યેના સહયોગને યાદ કરાયો.4:19 PM IST
પ્રકાશક સાથેના વિવાદ બાદ સોનિયા ગાંધીના બહુપ્રતિક્ષિત સંસ્મરણ ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ ની પ્રથમ ઝલક જાહેર: ૧૦ નવેમ્બરે માર્કેટમાં આવશે પુસ્તક : ઇટાલીના બાળપણથી લઈને ભારતીય રાજકારણના શીર્ષ સ્થાને પહોંચવા અને વડાપ્રધાન પદનો ઇનકાર કરવા સુધીની અંગત તેમજ રાજકીય સફરના અણકહ્યા પાસાઓ પરથી ઉઠશે પડદો.4:19 PM IST
યુએનની મોટી ભૂલ સામે ભારતનો આકરો વિરોધ: 'જે દેશમાં ઓસામા બિન લાદેન માર્યો ગયો, ત્યાં જ દાઉદ ઈબ્રાહિમ છુપાયો છે!' – ભારતે યુએન રિપોર્ટની કાઢી જોરદાર ઝાટકણી : સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ડી-કંપનીને 'ભારત-આધારિત' દર્શાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો; ભવિષ્યમાં આવી ગંભીર અને તથ્યહીન ભૂલો ન દોહરાવવા માટે આપી કડક ચેતવણી.4:19 PM IST
દિલજીત દોસાંજના દિલ્હી કોન્સર્ટ પર સંકટના વાદળો: સુરક્ષા કારણો અને તહેવારોની ભીડને ટાંકીને પોલીસે ૩૦ ઓક્ટોબરના શૉ માટે મંજૂરી આપવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર : પ્રખ્યાત પંજાબી ગાયકની 'ઓરા વર્લ્ડ ટૂર'ના ભારતીય ચરણની દિલ્હીથી થનારી ભવ્ય શરૂઆત અટકી જતાં લાખો ચાહકોમાં નિરાશા ફેલાઈ છે, જ્યારે આયોજકો સમક્ષ મોટો પડકાર ઉભો થયો છે.4:18 PM IST
બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ: વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળ રહેવા બદલ BMC, મુંબઈ પોલીસ અને MPCBના વડાઓને ૨૬ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા આદેશ : મુંબઈમાં પ્રદૂષણનું સ્તર દિલ્હીને પણ વટાવી ચૂક્યું હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે હાઈકોર્ટે કડક રૂખ અપનાવ્યો છે, જેમાં અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં સહન કરવામાં નહીં આવે.4:18 PM IST
અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ અને જમીન ખરીદી મામલે કોંગ્રેસના પ્રહારથી રાજકારણ ગરમાયું: જયરામ રમેશે પીએમ મોદી અને ભાજપ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો : માત્ર પાંચ મિનિટમાં બે કરોડની જમીન સાડા અઢાર કરોડમાં વેચવાના કથિત કૌભાંડને લઈને કોંગ્રેસ મહાસચિવના આક્રમક આક્ષેપો; પાંચ વર્ષ વીતવા છતાં એસઆઈટી (SIT) નો તપાસ અહેવાલ જાહેર ન થવા પર પણ ઉઠાવ્યા સવાલો.5:34 PM IST
મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢે સામે ફાર્માસિસ્ટોનો ભારે રોષ: ઓફલાઇન મેડિકલ સ્ટોર્સ પર કડકાઈ સામે ઓનલાઇન ઈ-ફાર્મસીના બેરોકટોક વેચાણ સામે ઉઠ્યા ગંભીર સવાલો : પરંપરાગત કેમિસ્ટોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી સામે એસોસિએશને બેવડા ધોરણોનો આક્ષેપ કર્યો; ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અને ગર્ભપાતની દવાઓના ઓનલાઇન વેચાણથી સ્વાસ્થ્ય સામે ખતરો વધ્યાની આશંકા.4:18 PM IST
ટાઇગર શ્રોફ કાર ફાયરિંગ કેસમાં મોટો ઘટસ્ફોટ: હુમલા પહેલાં અંધેરીની હોટલમાં શૂટર્સે કરી હતી હથિયાર ચલાવવાની પ્રેક્ટિસ, મિસફાયર થતાં રૂમની દીવાલમાં ઘૂસી ગઈ હતી ગોળી! : બોલીવૂડ અભિનેતાની કાર પર થયેલા સનસનાટીભર્યા હુમલા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનું મોટું નેટવર્ક સક્રિય હોવાનું બહાર આવ્યું છે, જેમાં દિલ્હીથી હથિયાર સપ્લાય કરનાર મહિલાઓ સહિત અનેક ખુલાસા થતાં મુંબઈ પોલીસની તપાસ તેજ બની છે.4:18 PM IST
ત્રિપુરાના યુવક સાથે જાહેરમાં વંશીય ભેદભાવ અને છેડતીનો વીડિયો વાયરલ થતાં દેશભરમાં રોષ: કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આપી આરોપી સામે સખત કાનૂની કાર્યવાહીની ખાતરી : પૂર્વોત્તર ભારતના નાગરિકો સામે વધતા જતા વંશીય ભેદભાવ અને કનડગતના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યા, ત્યારે દિલ્હીમાં બનેલી આ શરમજનક ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે.4:17 PM IST
સાઉદી અરેબિયાના દમામ એરપોર્ટ અને શાયબા ઓઇલફિલ્ડ પર થયેલા ભીષણ હુમલામાં એક ભારતીય નાગરિકનું કરૂણ મોત; અન્ય ભારતીયો ઘાયલ થતાં દૂતાવાસે શરૂ કરી સહાયતા : કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદ કામગીરી પૂર્વવત થઈ, પરંતુ મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ અને હુમલાઓને કારણે પ્રવાસીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.4:17 PM IST
લદ્દાખ મુદ્દે કેન્દ્ર સરકાર સાથેની બેઠક રદ થતાં પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકનો આક્રોશ: 'એક તરફ ચીનનું દબાણ અને બીજી તરફ આપણા પોતાના લોકો જ વચનોથી ફરી રહ્યા છે!' : દિલ્હીમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો અચાનક રદ કરાતા લદ્દાખના નેતાઓમાં ભારે નિરાશા; સરકાર પર વચનભંગ કરવાનો ગંભીર આક્ષેપ કરી સોનમ વાંગચુકે પ્રેસ કોન્ફરન્સમાં ઠાલવી પોતાની વ્યથા.4:23 PM IST
મુંબઈમાં તીવ્ર 'ઓક્ટોબર હીટ'ના કારણે જળાશયોમાંથી દરરોજ ૨૫ કરોડ લિટર પાણીનું થઈ રહ્યું છે બાષ્પીભવન: નાગરિકો પર ફરી પાણી કાપ ઝીંકાવવાની આશંકા : સાત તળાવો છલોછલ ભરાયા હોવા છતાં ગરમી, લીકેજ અને પાણીની ચોરીના કારણે દૈનિક ૫૦૦ MLD ની ખાધ સર્જાઈ; પાલિકા વહીવટીતંત્ર દ્વારા કરકસરપૂર્વક પાણી વાપરવા અપીલ.4:17 PM IST
કોલકાતા દુર્ગા પૂજા પંડાલ ભાગદોડ મામલે એસઆઈટીના વડાનું મોટું નિવેદન: 'ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ સબમિટ કરવો અશક્ય જેવું છે, છતાં શ્રેષ્ઠ પ્રયાસ કરીશું' : ઉત્તર કોલકાતાના ચોરબાગન પંડાલમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ૧૯ લોકોના મોત અને ૨૫ ઘાયલ થયા બાદ રચાયેલી ૬ સભ્યોની વિશેષ તપાસ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા કરશે ઊંડાણપૂર્વક તપાસ.4:16 PM IST
વિદેશની ધરતી પર પંજાબના દીકરાનું દર્દનાક મોતઃ ન્યૂયોર્કમાં ઘોડા-બગ્ગી પર પ્રતિબંધ માટે આજે રોમાંચઃ લો પર ઐતિહાસિક મતદાન : પઠાણકોટના ૧૮ વર્ષીય રોમાંચ મહાજનની યાદમાં ન્યૂયોર્ક સિટી કાઉન્સિલમાં મોટો પ્રસ્તાવ; માતાને બચાવવા જતાં જીવ ગુમાવનાર યુવકના પરિવારની લડાઈ રંગ લાવી, જૂન ૨૦૨૮ સુધીમાં શહેરમાં હોર્સ-કેરેજ સવારી સદંતર બંધ કરવા પર નજર3:37 PM IST
તમે ૩૦ વર્ષ સુધી સત્તામાં નહીં આવોઃ રાહુલ ગાંધી-કેજરીવાલની નકારાત્મક રાજનીતિથી દેશ કંટાળ્યો : અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહારોઃ મત ચોરીનો હોબાળો ઘુસણખોરોને બચાવવાનો પ્રયાસઃ પંજાબમાં આપ સરકારનો ખાતમો નિશ્ચિત : દિલ્હીમાં રૂ.૮,૯૪૧ કરોડના દિલ્હી જલ બોર્ડના ૪૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતા ગળહમંત્રીઃ મે ૨૦૨૯ સુધીમાં યમુના નદી સંપૂર્ણ સ્વચ્છ થશેઃ રૂ.૮,૯૪૧ કરોડના યમુના શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સનો પ્રારંભ3:34 PM IST
વિદેશની ધરતી પર પંજાબના દીકરાનું દર્દનાક મોત: ન્યૂયોર્કમાં ઘોડા-બગ્ગી પર પ્રતિબંધ માટે આજે 'રોમાંચ લૉ' પર ઐતિહાસિક મતદાન : પઠાણકોટના ૧૮ વર્ષીય રોમાંચ મહાજનની યાદમાં ન્યૂયોર્ક સિટી કાઉન્સિલમાં મોટો પ્રસ્તાવ; માતાને બચાવવા જતાં જીવ ગુમાવનાર યુવકના પરિવારની લડાઈ રંગ લાવી, જૂન ૨૦૨૮ સુધીમાં શહેરમાં હોર્સ-કેરેજ સવારી સદંતર બંધ કરવા પર નજર3:09 PM IST
કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના આકરા પ્રહાર - 'આગામી ૩૦ વર્ષ સુધી તમારી સરકાર નહીં આવે, જનતા તમારો દોગલો માપદંડ સમજી ચૂકી છે' : દિલ્હીમાં યમુના પુનરુદ્ધાર પરિયોજના ના લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રસંગે વિપક્ષી નેતાઓની નકારાત્મક રાજનીતિની ઝાટકણી કાઢી : ચૂંટણી જીતે ત્યારે તંત્ર સારું અને હારે ત્યારે દોષ આપવાની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા3:07 PM IST
‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરાશે : આધ્યાત્મિક વારસો, ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી રૂ. 92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ : નવ થીમેટિક ગેલેરીઓ અને અદ્યતન ડિજિટલ ટેકનોલોજી દ્વારા નવી પેઢી સુધી પહોંચશે શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ અને ગીતાનો શાશ્વત સંદેશ: ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર દ્વારા મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સાથે જોડવાનો પ્રયાસ કરાશે:શ્રી કૃષ્ણના જન્મની બાળલીલાઓ, ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલાના પ્રસંગોનો મળશે અનુભવ1:22 PM IST
જામીન ઉપર છૂટ્યાના કલાકોમાં જ સીજેપીના સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનું તેડું : પૂછપરછ માટે હાજર થવા સમન્સ : જંતર-મંતર ખાતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પોલીસની કામગીરીમાં અવરોધના આરોપસર નોંધાયેલા બે ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ : સાત દિવસ તિહાર જેલમાં રહ્યા બાદ બુધવારે જ સૌરવ અને આશુતોષને મુક્તિ મળી હતી10:40 AM IST
સાઉદી અરેબિયામાંથી અમેરિકી રાજદ્વારી કર્મચારીઓને પરત બોલાવવાનો આદેશ : સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, કતાર અને બહેરીનમાં કાર્યરત અમેરિકી રાજદ્વારી કર્મચારીઓનાં પરિવારોને પણ સ્થળ છોડવાની સૂચનાઓ અપાઈ : યમનના હૂતી વિદ્રોહીઓના હુમલાને પગલે અમેરિકાનું મોટું પગલું : પાંચ દેશોમાં અમેરિકી રાજદ્વારીઓનાં પરિવારોને પણ સ્થળ છોડવા સૂચના1:19 PM IST
કોકરોચ પાર્ટીના આશુતોષ, સૌરવ તિહાર જેલમાંથી છૂટયા : ૫૦ હજારના બોન્ડ, શરતો સાથે કોકરોચ પાર્ટીના નેતાઓને જામીન : શાંતિ જાળવવા, જંતર મંતરમાં પ્રદર્શન માટે લોકોને નહીં બોલાવવા, કોર્ટમાં હાજર રહેવાની શરતોનું પાલન કરવું પડશે : તમે જેન-ઝી નથી, બેરિકેડ્સ લગાવાયા હોય તો તેનું પાલન કરવું પડેઃ આશુતોષ-સૌરવને હાઈકોર્ટની ટકોર10:11 AM IST
વિદેશમાં અભ્યાસ કરતા ભારતીયો ઘરે પાછા ફરવા માંગતા નથી : ૬૩% વિદ્યાર્થીઓ વિદેશોને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી રહ્યા છે : ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું સામાન્ય બની ગયું છેઃ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિશ્વભરના વિવિધ દેશોમાં અભ્યાસ કરવા માટે જાય છે. તેમાંથી કેટલાકનો પાછા ફરવાનો કોઈ પ્લાન નથી10:10 AM IST
ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સરળ બનશેઃ ૫ મોટા ફેરફારો લાગુ થશે : કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોમાં સુધારાનો ડ્રાફટ બહાર પાડ્યોઃ સરનામાં, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામાં અપડેટ કરવા માટેની ફી નાબૂદ કરવાનો, અરજીઓની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરવાનો અને કેટલાક કિસ્સાઓમાં ઓટો-એપ્રુવલને મંજૂરી આપવાનો પ્રસ્તાવ : વીજળી અને ઘરેલું ગેસ બિલને પણ સરનામાના પુરાવા તરીકે ગણવામાં આવશેઃ સારથી પોર્ટલ પર અરજીઓને સરળ બનાવવા, અલગ ફોર્મ 2A રજૂ કરવાનો અને કટોકટી સંપર્ક માહિતી ફરજિયાત બનાવવાનો સમાવેશ 9:54 AM IST
જુઓ મહત્વના સમાચાર4:32 PM IST
તેહરાનમાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરનું મોટું અપમાન: ઈરાની જનરલે વાત સાંભળવાનો કર્યો ઈનકાર : ખાલી હાથે પરત ફર્યા : અમેરિકા સાથે શાંતિ કરાર અને સાઉદી અરેબિયા પર હુતી હુમલા રોકવાના પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો : સુરક્ષા વડા મોહસેન રેઝાઈએ તિરસ્કાર સાથે યુરેનિયમ નિકાસ કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો9:55 PM IST
'સેંગોલ'ના ઘડવૈયા વુમ્મીદી એથિરાજુલુનું નિધન: પીએમ મોદીએ કહ્યું, "તેમનું જીવન ભારતની ભવ્ય પરંપરાઓ સાથે જોડાયેલું હતું" : ૧૯૪૭માં માત્ર ૨૦ વર્ષની ઉંમરે સ્વતંત્રતા અને સત્તા હસ્તાંતરણના પ્રતીકસમા પવિત્ર સેંગોલનું નિર્માણ કરનાર મહાન કારીગરના અવસાન પર વડાપ્રધાન અને તમિલનાડુના રાજ્યપાલે શ્રદ્ધાંજલિ અર્પી9:56 PM IST
ભારતીય રેલવેની કડક કાર્યવાહી: ટ્રેનોમાં પેસેન્જરોને મળતા ખોરાકનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન : 24 કલાકમાં થશે મોટો એક્શન : IRCTC અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વચ્ચે કરાર; જીઓ-ટેગિંગ, ટાઈમ-સ્ટેમ્પિંગ અને ડિજિટલ પુરાવા સાથે અચાનક ચેકિંગ કરીને ગુણવત્તા વગરના કેટરિંગ ઓપરેટરોના લાઈસન્સ રદ કરાશે9:59 PM IST
મોદી કેબિનેટ વિસ્તરણ પહેલાં તમામ મંત્રાલયોના સચિવો સાથે બેઠક યોજાશે:વડા પ્રધાનને મોકલાશે રિપોર્ટ કાર્ડ : કેબિનેટ સચિવે 27 ઓક્ટોબરે તમામ મંત્રાલયોની કામગીરી સમીક્ષા બેઠક બોલાવી:રિપોર્ટ વડા પ્રધાન મોદીને સુપરત કરાશે :વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેશે.10:40 PM IST
યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રાજદૂત સેર્ગીઓ ગોરે જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરીની લીધી મુલાકાત : મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ કર્યું સ્વાગત : ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ, ડેટા સેન્ટર્સ અને અદ્યતન ટેકનોલોજી નિહાળી : ભારત-અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગ, ડીજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારી ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા10:43 PM IST
શાની લૌકના અપહરણ અને હત્યામાં સંડોવાયેલા આતંકવાદી તામર મુહમ્મદ ઇબ્રાહિમ અલ-સબ્બાગને ઇઝરાયલી સેનાએ એ હવાઈ હુમલામાં ઠાર કર્યો : ઇઝરાયેલ માં ૭ ઓક્ટોબર 2023ના આતંકવાદી હુમલા દરમિયાન જર્મન-ઇઝરાયેલી યુવતીના નશ્વર દેહને ગાઝામાં ફેરવનારા છેલ્લા હમાસ ઓપરેટિવનો પણ ખાત્મો : જબાલીયામાં ઓપરેશન દરમિયાન એરસ્ટ્રાઈકમાં કરાયો ઠાર : હવાઈ હુમલામાં વરિષ્ઠ હમાસ અધિકારી અક્રમ બસ્સામ શબાન યાસીન પણ માર્યો ગયો11:54 PM IST
"હું ટ્રાવેલ એજન્ટ નથી ' : રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અંગેના પ્રશ્નો પર શશી થરૂરે પ્રહાર કરતા કહ્યું, "મને આ પૂછવાનો કોઈ અર્થ નથી. : તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો અંગેના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો. તેમણે કહ્યું, "હું ટ્રાવેલ એજન્ટ નથી."12:16 AM IST
ગંભીર PHP સુરક્ષા ખામીઓને કારણે અમેરિકી NSA ની ચેતવણીથી વૈશ્વિક સ્તરે હલચલ : કેનેડા, જાપાન, ફ્રાન્સ સહિત પાંચ દેશોએ સરકારી વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે કરી ઓફલાઇન : સર્વર ટેકઓવર અને ડેટા ચોરાવાના જોખમને પગલે PHP ફાઉન્ડેશન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્વરિત પેચ લાગુ કરવા અથવા સાવચેતીના ભાગરૂપે સિસ્ટમ્સ બંધ રાખવા કડક નિર્દેશ (ન્યૂઝફર્સ્ટ)12:18 AM IST
પ્રોસ્ટેટ કેન્સરના નિદાનમાં મોટી વૈજ્ઞાનિક સફળતા : ઈંગ્લેન્ડ ની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ લોહીના ૧૨ પ્રોટીન શોધી કાઢ્યા જે દસ વર્ષ અગાઉ જોખમ પારખી શકશે : લક્ષણો દેખાયાના એક દાયકા પહેલા જ ઘાતક પ્રોસ્ટેટ કેન્સરનું પૂર્વાનુમાન લગાવવામાં મળશે મદદ : ૨,૫૫૫ થી વધુ સહભાગીઓ પર કરાયેલા અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસમાં થયો ખુલાસો12:30 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઆંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદીપસિંહ ભગવતસિંહ વનાર ફેક્ટરી બંધ કરવાની ધમકી આપી ૪૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા આણંદ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા : ફરિયાદીને પ્રદૂષણ ફેલાવતા હોવાની ધમકી આપી દોઢ ટન એસી અને રોકડ રકમની માંગણી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વિરાણી તથા તેમની ટીમ દ્વારા સફળ ટ્રેપની કાર્યવાહી કરાઈ11:58 PM IST
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ના ૨૨ અધિકારીઓની વ્યાપક બદલી : કલેક્ટર કચેરીઓ અને સચિવાલયના અધિકારીઓને સોંપાઈ ચૂંટણી નાયબ જિલ્લા કલેક્ટર અને મહત્વની નવી જવાબદારીઓ : જુઓ સંપૂર્ણ યાદી : મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ : તમામ અધિકારીઓએ વર્તમાન હોદ્દા પરથી તાત્કાલિક ફરજમુક્ત થઈને જોનિંગ ટાઈમ ભોગવ્યા વગર બદલીના સ્થળે તરત જ હાજર થવા આદેશ8:42 PM IST
ગાંધીનગરના અડાલજ ખાતે ‘વંદે માતરમ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ કર્યું ઉદ્ઘાટન : પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ૧૫૦ યુવાનો ‘વિકસિત ભારત’ અને રાષ્ટ્રીય એકતાના મંત્ર સાથે એકમંચ પર આવ્યા:શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યુવા સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો પ્રારંભ7:16 PM IST
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પૂર્ણ ન થાય તે માટે કોંગ્રેસે કોઈ કસર બાકી રાખી ન હતી : કોંગ્રેસને નર્મદા મુદ્દે અને સૌરાષ્ટ્રમાં પાણીના વિષય પર નિવેદનનો કોઈ હક નથી: ધનશ્યામભાઈ ગઢવી : ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીની પત્રકાર પરિષદ:ગુજરાતના નાગરિકો પાણીથી વંચિત ન રહે તેની ચિંતા કરી રાજ્યને પાણીદાર બનાવવાનું કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે કર્યું છે6:50 PM IST
ગુજરાત એ ભારતના રાસાયણિક ઉદ્યોગનું ગ્રોથ એન્જિન અને કેમિકલ તથા પેટ્રોકેમિકલ ક્ષેત્રની કરોડરજ્જુ: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા : મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્યક્રમમાં ગુજરાત વતી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા: રાષ્ટ્રીય મંચ પર આરોગ્ય મંત્રીએ રાસાયણિક ઉદ્યોગમાં ગુજરાતનું મજબૂત પ્રદાન રેખાંકિત કર્યું: દેશના કુલ રાસાયણિક ઉત્પાદનમાં ૫૩ ટકા, પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં ૬૨ ટકા અને કેમિકલ નિકાસમાં ૪૦ ટકાથી વધુ યોગદાન ગુજરાતનું6:48 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ અને દાતાશ્રી કૃતજ્ઞતા સમારોહ યોજાયો : શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટેનું શક્તિશાળી માધ્યમ છે:શહેરોમાં અભ્યાસ કરતા યુવાઓને અભ્યાસ સાથે આવાસ સુવિધા આપીને વિવિધ સમાજ ભવનો સરકારના પ્રયાસોમાં પુરક બને છે:કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજના યુવાનોના શ્રેષ્ઠ ભવિષ્ય માટે કરાયેલો ભગીરથ પ્રયાસ પસંશનીય છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ .6:20 PM IST
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસે રાજકોટ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા માનવસેવા : એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન લઈ કરાઈ દીર્ઘાયુષ્યની કામના : જુઓ વિડીયો : 'સેવા એ જ સંસ્કાર, સંવેદના એ જ સાચી ઉજવણી' ના સૂત્ર સાથે વિધાનસભા-૬૮ વિસ્તારમાં યોજાયું પ્રેરણાદાયી આયોજન : ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત1:45 PM IST
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના કોંગ્રેસના નિવેદન સામે ભાજપનો પલટવાર : કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરી ભ્રમ ફેલાવી રહી છે - ડો. અનિલ પટેલ : પરંપરાગત રીતે ચોમાસું ૧૫ ઓક્ટોબર સુધી ગણાય છે, સરકાર સ્થિતિની ચકાસણી કરી રહી છે : અતિવૃષ્ટિમાં ૧૦ હજાર કરોડથી વધુનું પેકેજ અપાયાનું પ્રદેશ મુખ્ય પ્રવક્તાનું નિવેદન3:48 PM IST
ગુજરાત સરકારની કચેરીઓમાંથી ૬ લાખથી વધુ નકામી વસ્તુઓનો નિકાલ : દિવાળીની સફાઈઃ સરકારી હોસ્પિટલોમાં ૧,૮૦૦ રૂમ જેટલી જગ્યા ખાલી થઇઃ ૧૫ વર્ષથી જૂનાં ૫,૪૮૬ સરકારી વાહનોનો પણ નિકાલ કરાયો : લાખ ચાદર-ગાદલા સહિત ૬ લાખથી વધુ વસ્તુઓનો નિકાલ, ૧૦,૦૦૦ નકામા તબીબી સાધનો અને ૧૭,૨૬૬ બિનઉપયોગી ફાયર એક્સ્ટિંગ્વિશર દૂર કરાયાં3:49 PM IST
સાબરકાંઠામાં ભાજપના વધુ એક આગેવાન સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતાં રાજકીય વર્તુળોમાં ચકચાર : ચાંપલાનાર ગામનાં મહિલા સરપંચે ભાજપના આગેવાન સામે ફરિયાદ નોંધાવી:આગેવાન પંચાયત કચેરીમાં આવીને જાતિસૂચક અપશબ્દો બોલ્યા હોવાનો અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હોવાનું જણાવી મહિલા સરપંચને ધમકી આપી હોવાનો આરોપ3:52 PM IST
અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો ૨૫.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : પકડાયેલ ત્રણેય આરોપીઓ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના માહીર ખેલાડીઓ હોવાનો ઘટસ્ફોટ : અમદાવાદ ઘ્વ્પ્ ચાર રસ્તા નજીકથી સયુંકત ઓપરેશનમાં ઝડપાયેલ આરોપીઓના નેટવર્ક પર અનુપમસિંહ ગેહલોત સુરત સીપી હતા તે સમયથી છાનભિન્ન કરી રહ્યા હતાઃ અકિલા સાથે અમદાવાદ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણનો મોટો ખુલાસો : જોઇન્ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલ, સુરત એડી સીપી ક્રાઇમ કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ અને ડીસીપી ભાવેશ રોજિયાના સયુક્ત નેતૃત્વમાં મોટા રેકટનો પર્દાફાસ2:21 PM IST
ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવાની અને જિલ્લાઓમાં સરકારી જમીનમાં થતા દબાણો રોકીને જમીન જાળવણીની જવાબદારી નિભાવવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તાકીદ : રાજ્ય ‘સ્વાગત’માં ખેડૂતના ખેતરમાં વરસાદી પાણીના નિકાલ – ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર – પીવાના પાણીની વ્યવસ્થા – રોડ-રસ્તા – દબાણ અને રી-સર્વેને લગતી રજૂઆતોનો હકારાત્મક અભિગમથી ઉકેલ લાવતા મુખ્યમંત્રી:ઓક્ટોબર-26ના રાજ્ય સ્વાગતમાં 170થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4953થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહિ કરાઈ 7:52 PM IST
વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાભંણિયાનું મહાઅભિયાન : રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી મોટું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું: ૧૪ કેમ્પમાં ૮ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને સહાય: લાભાર્થીઓને શિબિરોના માધ્યમથી ૪૬ હજારથી વધુ સહાયક સાધનોની સહાય6:54 PM IST
મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે નવો ઇતિહાસ : '૧લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬' માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર બનશે ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ' યોજનાથી શરૂ થયેલી સામાન્ય ખેડૂત પરિવારની દીકરીની અસાધારણ સફર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી : મોરબી જિલ્લા અને સમગ્ર રાજ્યનું વધ્યું ગૌરવ1:12 PM IST
ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા અમદાવાદના કૃષ્ણનગર ખાતે રાજપૂત યુવાઓ માટે "ગુજરાત પોલીસ ભરતી માર્ગદર્શન અભિયાન" સેમિનારનું આયોજન : મર્યાદિત સંસાધનો વચ્ચે સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને રોજગારને પ્રાથમિકતા આપતી KVPG ની પહેલ : યોગ્ય માર્ગદર્શનના અભાવે યુવાનોના સ્વર્ણિમ વર્ષો ન વેડફાય તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા3:58 PM IST
સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર :ભાગળ વિસ્તારમાં માવા અને મીઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ : તહેવાર દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી: લેબોરેટરીના અહેવાલ બાદ નમૂનાઓની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.1:14 PM IST
અમદાવાદના શાહીબાગમાં દારૂ ભરેલી કાર પકડવા ફિલ્મીઢબે પીછો : બુટલેગરોએ કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ: SMC ટીમનું ફાયરિંગ : SMCની ટીમે શાહીબાગથી ઈન્દિરા બ્રિજ સુધી કારનો પીછો કર્યો:બુટલેગરોએ SMCની ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો:ટીમે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું તેમ છતાં કારમાં સવાર શખ્સો ફરાર થઈ ગયા 1:51 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને સોલા સિવિલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ સેવા કાર્યોમાં સહભાગી બન્યા : મુખ્યમંત્રીએ સોલા સિવિલના દર્દીઓના ખબર-અંતર પૂછીને ફળ વિતરણ કર્યું: કુસુમબા 'અન્નક્ષેત્ર' ખાતે દર્દીઓના સગાઓ માટે કાર્યરત નિઃશુલ્ક ભોજન વિતરણમાં જોડાયા મુખ્યમંત્રી1:26 PM IST
અમદાવાદમાં લાખો રૂપિયાનું હીરોઇન સાથે બે ડ્રગ્સ પેડલરો ઝડપાયા : પોલીસ નવરાત્રી બંદોબસ્તનો થાક ઉતારતી હશે, તેવો ભ્રમ અમદાવાદ પોલીસે ભાંગી નાખતા ડ્રગ્સ સિન્ડિકેટ ફફળી ઉઠી નો ડ્રગ્સ ઈન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ટોપ ગીયરમાં: સેંક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ, એસીપી આર. ડી. ઓઝાના માર્ગદર્શનમાં બાપુનગર pi વિરલ ગઢવીના નેતળત્વ હેઠળના સ્ટાફની કાબિલેદાદ કામગીરી3:57 PM IST
ગાડીમાં પંચર પડયું છે, મદદે આવો...ફોન આવતાં ગયેલા મેહુલને લીમડે બાંધી ધોકાવ્યો : વિંછીયાના મોઢુકાનો બનાવઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ મેહુલનો મિત્ર એક છોકરીને ભગાડી ગયો હોઇ તેની માહિતી કઢાવવા માટે બોલાવીને મુન્ના, મનસુખ, રતુએ પહેલા જંગલ વિસ્તારમાં ઢીકાપાટા માર્યા, પછી વાડીએ લઇ જઇ બાંધીને માર માર્યોઃ છેલ્લે મેદાનમાં છોડી મુક્યો11:46 AM IST
દિવાળી પહેલા પોલીસનો ‘સરપ્રાઇઝ બોમ્બ': એક ઝાટકે ૩૦ પીધેલા, ૧૫ છરી સાથે અને ૬ દેશી દારૂ સાથે ‘લોકઅપમાં' : શહેર પોલીસની ટીમોએ મોડીરાત સુધી અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ કર્યુ : નવરાત્રી-દશેરા પુરા થતાની સાથે જ શહેર પોલીસનું દિવાળી પહેલા ‘સફાઇ અભિયાન' શરૂ : અચાનક ચેકીંગથી અસામાજીક તત્વો ‘અંન્ડર ગ્રાઉન્ડ'! 3:32 PM IST
દિવાળીએ રંગીલું રાજકોટ બનશે ઝગમગતું: કાર્નિવલની ધૂમ : બારસ, તેરસ, ચૌદસ અને દિવાળી એમ ચાર દિવસ રંગારંગ કાર્નિવલઃ રિંગરોડ પર રોશનીનો ઝગમગાટ, રંગોળી સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે : ધનતેરસે રેસકોર્સના આકાશમાં રંગબેરંગી આતશબાજીનો અદભૂત નજારો સર્જાશેઃ ૧૨૦૦થી વધુ ફટાકડાથી આકાશમાં રંગોળી રચાશે2:39 PM IST
હરિપર પાળમાં રૂમ ખાલી કરવાનું કહેતાં હરેશભાઇ દાફડાને સાથી કર્મી બાબુએ ધોકાથી પતાવી દીધા : લોધીકાના પ્રોઢ પત્નિ સાથે બનતું ન હોઇ એક વર્ષથી હરિપર પાળમાં ભાવેશભાઇ રાઠોડની શ્રધ્ધા ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતાં હતાં અને તેની રૂમમાં રહેતાં હતાં: મેટોડા પીઆઇ એમ. જે પરમારે મૃતકના ભાઇ રતીલાલ દાફડાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો2:40 PM IST
મનપાના ૨૬૧૮ આવાસ ખાલીખમ્મ :ફાળવણી અધ્ધરતાલ! : ગરીબોના ઘરનું સપનું કયારે સાકાર થશે? એફોર્ડેબલ યોજનાના ૧૫૩૮ અને અન્ય યોજનાના ૧૦૮૦ આવાસ ખાલી હોવાનો મનપાના જવાબમાં ખુલાસો : કોર્પોરેટર રાજુભાઈ અઘેરાના પ્રશ્નના જવાબમાં વિગતો બહારઃ કયાંક ડ્રો બાકી, કયાંક દસ્તાવેજોની ચકાસણી તો કયાંક વહીવટી પ્રક્રિયાના કારણે મકાનોની ફાળવણી અટવાઈ3:45 PM IST
શ્રી બાબર હિન્દુ સમાજ દ્વારા શનિવારે રાસોત્સવ 3:45 PM IST
કેરેન્સ, ક્રેટા, અર્ટીંગા ને જેટા : ચારેય કારમાંથી દારૂનો જથ્થો કબ્જે :દિવાળી પહેલા પોલીસની સરપ્રાઇઝ ‘સ્ટ્રાઇક' : એલસીબી ઝોન-૧ અને ર ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને આજી ડેમ પોલીસની કાર્યવાહી કોઇએ દારૂ ભરેલી કારની સેન્સર ચાવી વાઇપરમાં છુપાવી'તી, તો કોઇએ વિમલ પાનમસાલાના થેલામાં દારૂ છુપાવ્યો હતો : કુલ છ સ્થળે દરોડામાં પાંચ પકડાયા 3:10 PM IST
નવરાત્રી દરમ્યાન પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમે મિનિ કુંભમેળા જેવો માહોલઃ સમગ્ર દેશમાંથી સાધુ-સંતોની હાજરી : સદગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ ખાતે રામ પારાયણ નિમિતે ધુન-ભજન-કિર્તનની રમઝટ : -છેલ્લા ૧પ વર્ષોથી ચારેય નવરાત્રી દરમ્યાન પૂ. ગુરૂદેવના આશ્રમ દ્વારા અનન્ય સેવાયજ્ઞ : પવિત્ર-ધાર્મિક માહોલમાં ભાવિકો ભાવવિભોર - રાજુભાઇ પોબારૂ, ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, નરેન્દ્રભાઇ નથવાણી, છબીલભાઇ પોબારૂ દ્વારા અલૌકીક ભંડારામાં સરાહનીય 3:33 PM IST
જસદણ તાલુકામાં આરોગ્ય સાથે ચેડાં કરતા ૩ બોગસ ડૉક્ટરો ઝડપાયા : કાળાસર, આંબરડી અને લીલાપુરમાંથી પોલીસે દરોડા પાડી ઇન્જેક્શન-બાટલાનો જથ્થો જપ્ત કર્યો : મોડી સાંજે રાજકોટ ગ્રામ્ય પોલીસની સઘન ઝુંબેશથી ફફડાટ : વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ : રાજકોટ જીલ્લામાંથી બીજા પણ બોઞસ ડોક્ટરો ઝડપાયા હોવાની ચર્ચા12:18 AM IST
અમરેલીના ધારીના ગોવિંદપુર ગામે SBI બેન્કમાં ગોલ્ડ લોન છોડાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ બેન્કમાં તોડફોડ : આરોપી સિદ્ધાર્થ સતાસિયાએ બેન્કમાં કમ્પ્યુટર તેમજ પ્રવેશદ્વાર અને બારીઓના કાચમાં તોડફોડ કરીને કુલ રૂ.2,30 લાખનું નુકશાન પહોચાડ્યું:તોડફોડ થતા બેન્ક મેનેજર કુણાલભાઈ રાઠોડને કાચ વાગતાં તેમના હાથના ભાગે ગંભીર ઈજાઓ9:21 PM IST
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'શ્રવણ તીર્થ સોમનાથ યાત્રા' સંપન્ન: 41 બસના કાફલા સાથે 2100 થી વધુ ભાવનગરવાસીઓએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન : વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજપૂજા અને ધ્વજારોહણથી ગુંજ્યું સોમનાથ પરિસર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સોમનાથ બન્યું વૈશ્વિક ચેતનાનું કેન્દ્ર: જીતુભાઈ વાઘાણી3:18 PM IST
વિશ્વ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના અજયભાઈ વારસુરે બે ગોલ્ડ મેડલ જીતી વધાર્યું ગુજરાતનું ગૌરવ : કચ્છ ભાજપ દ્વારા આ સિદ્ધિને બિરદાવી સન્માન કરાયું : અજયભાઈ શ્યામજીભાઈ વારસુરેએ નેપાળમાં યોજાયેલી વિશ્વકક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ફુલ પાવરલિફ્ટિંગ (SBD) ગેમમાં અને અંડર-19 સબ-જુનિયર કેટેગરીના અંડર-100 કિલો વજન વર્ગમાં ડેડલિફ્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ લેવલ પર પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો9:23 AM IST
પોરબંદરમાં પૂ.ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રી હરિ મંદિરમાં ધ્વજાજીનું પૂજન- યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ-શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ : પૂ.રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત ૪૫મું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું: દેશ-વિદેશના અનેક ભાવિકો ધ્વજારોહણના સાક્ષી બન્યા હતા, દર્શનનો લાભ લીધો10:34 AM IST
ખંભાળીયા સફાઇ કામદારોના આંદોલનના ગાંધીનગરમાં પડઘા 12:20 PM IST
ચોટીલા શ્રી આપાગીગાના ઓટલે બાળા ઓ દ્વારા મા ભગવતીની આરાધના : શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ દ્વારા પાંચાળની આ ધરા ઉપર સમગ્ર સાધુ સમાજ તેમજ સમગ્ર સમાજની સેવાની ધુણી ધખાવવામાં આવેલ છેઃ ગોપાલગીરી બાપુ (જુના અખાડા) પૂ.નરેન્દ્રબાપુ દ્વારા સાધુ-સંતો અને દીકરીઓનું કંકુ તિલકથી સ્વાગતઃ જય આપાગીગા....નો નાદ ગુંજ્યો11:43 AM IST
પ્રોસ્ટેટ કેન્સરના નિદાનમાં મોટી વૈજ્ઞાનિક સફળતાઃ ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ લોહીના ૧૨ પ્રોટીન શોધી કાઢયા જે દસ વર્ષ અગાઉ જોખમ પારખી શકશે : લક્ષણો દેખાયાના એક દાયકા પહેલા જ ઘાતક પ્રોસ્ટેટ કેન્સરનું પૂર્વાનુમાન લગાવવામાં મળશે મદદઃ ૨,૫૫૫ થી વધુ સહભાગીઓ પર કરાયેલા અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસમાં થયો ખુલાસો10:08 AM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
ગકેબેરહામાં સાઉથ આફ્રિકાનો ઐતિહાસિક અને રોમાંચક વિજય: વિઆન મુલ્ડર અને કાગિસો રબાડાની ઘાતક બોલિંગ આગળ ઓસ્ટ્રેલિયાની ટીમ ઘૂંટણીયે, એક ઇનિંગ અને ૩૧ રનથી મેચ જીતી રચ્યો નવો ઇતિહાસ : વરસાદથી પ્રભાવિત ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 'ફોલો-ઓન' આપ્યા બાદ ૧૯૭૦ પછી પ્રથમ વખત આફ્રિકાએ મેળવી શાનદાર જીત; ટ્રેવિસ હેડની સદી અને સ્કોટ બોલેન્ડનો સંઘર્ષ પણ એશિયાઈ અને આફ્રિકન ધરતી પર ઓસી. ટીમને હારથી બચાવી ન શક્યો.8:01 PM IST
ક્રિકેટ જગતમાં મોટો ધડાકો: ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકે વન-ડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, માત્ર ૧૧૪ બોલમાં બેવડી સદી ફટકારીને શુભમન ગિલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો : રાવલપિંડીમાં શ્રીલંકા સામે તૂફાની બેટિંગ કરતા ૨૧ ચોગ્ગા અને ૧૦ ગગનચુંબી છગ્ગાની મદદથી બનાવ્યા ૨૦૨ રન; ઇંગ્લેન્ડ તરફથી વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બનવાની સિદ્ધિ હાંસલ કરી.6:58 PM IST
ભારતીય સ્ક્વોશ જગતમાં ઐતિહાસિક વિસ્ફોટ: ૧૮ વર્ષીય અનાહત સિંહે પોતાના જ આદર્શ અને આઠ વખતના વિશ્વ ચેમ્પિયન નૂર અલ શેરબીનીને હરાવીને રચ્યો ઈતિહાસ : PSA ગોલ્ડ શિકાગો ઓપનમાં વિશ્વની ત્રીજા ક્રમાંકિત દિગ્ગજ ખેલાડીને સીધી ગેમ્સમાં પરાજય આપીને અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી; સ્ક્વોશ જગતમાં મચી ગઈ હલચલ.4:23 PM IST
એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬માં ભારતનો શાનદાર ડંકો: અંજનાબેન બુમ્બડિયાએ ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ, જયંતી બેહેરા અને તેજલબેન ડામોરે સિલ્વર મેડલ મેળવી દેશનું નામ કર્યું રોશન : નાગોયા ખાતે ચાલી રહેલી મહાખેલ સ્પર્ધામાં ભારતીય મહિલા એથ્લેટ્સનું અભૂતપૂર્વ પ્રદર્શન; અંજનાબેને એક મિનિટથી ઓછા સમયમાં રેસ પૂરી કરી, જ્યારે તેજલબેન ડામોરે આ ગેમ્સમાં પોતાનો બીજો મેડલ મેળવ્યો.5:08 PM IST
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક T20 મુકાબલો: સંજુ સેમસન અને શ્રેયસ અય્યરના દમદાર પ્રદર્શનથી ભારતે ૨૨૫ રનનો રેકોર્ડ લક્ષ્યાંક સર કરીને રચ્યો ઇતિહાસ! : ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે સફળતાપૂર્વક પાર કરેલો આ સૌથી મોટો ટાર્ગેટ છે; સંજુની તોફાની અડધી સદી અને નમન ધીરની શાનદાર બેટિંગથી પાંચ મેચની શ્રેણીમાં ભારતની વિજયી શરૂઆત.5:08 PM IST
એક દાયકાના અતૂટ સંઘર્ષ અને કઠોર પરિશ્રમનું ઉત્તમ પરિણામ: થાણેના પેરા-એથ્લેટ પ્રણવ દેસાઈએ પેરા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને રચ્યો ભવ્ય ઇતિહાસ : જાપાનમાં યોજાયેલી ૧૦૦ મીટર T64 શ્રેણીની સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવીને થાણે જિલ્લાના પ્રથમ વ્યક્તિગત મેડલ વિજેતા બન્યા પ્રણવ દેસાઈ; કોચ અને પરિવારના સહયોગથી વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું.7:43 PM IST
એશિયન પેરા ગેમ્સ ૨૦૨૬માં ભારતીય સ્વિમર્સનો જ્વલંત દેખાવ: કિશોર પેરા-સ્વિમર રવિ બુડિગિનાએ જીત્યો ત્રીજો મેડલ, કપિલ કુમાર અને સ્વાતિક પાટિલે પણ મેડલ જીતીને વધારી ભારતની શાન : નાગોયા ખાતે રમાઈ રહેલી સ્પર્ધામાં આંધ્રપ્રદેશના ૧૮ વર્ષીય દ્રષ્ટિહીન રવિએ ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ સાથે હેટ્રિક પૂરી કરી; કપિલ અને સ્વાતિકના શાનદાર પ્રદર્શનથી ભારતની મેડલ સંખ્યા પહોંચી નવ પર.5:07 PM IST
એશિયન પેરા ગેમ્સમાં સ્ટાર આર્ચર શીતલ દેવીનો ઈતિહાસ: સતત બીજો સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ છલકાયા ખુશીના આંસુ, ભાવુક ક્ષણોએ જીતી લીધા દેશવાસીઓના દિલ : જન્મથી હાથ ન હોવા છતાં અદમ્ય સાહસ અને દ્રઢ મનોબળના બળે મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં ફરી મેળવ્યો શાનદાર વિજય; જીત બાદ સપોર્ટીંગ સ્ટાફે યુવા ચેમ્પિયનને ગળે લગાવીને આપી સાંત્વના.5:16 PM IST
ક્રાઈસ્ટચર્ચમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I મહાસંગ્રામ: સ્ટેડિયમમાં કે.એલ. રાહુલ અને ધ્રુવ જુરેલ સહિતના ભારતીય ટેસ્ટ સ્ટાર્સે શ્રેયસ અય્યરની ટીમને આપ્યું જોરદાર સમર્થન : હેગલી ઓવલ ખાતે રમાયેલી મેચમાં 'ઇન્ડિયા A' ના ખેલાડીઓએ હાજરી આપીને વધાર્યો ટીમનો ઉત્સાહ; ન્યુઝીલેન્ડે ભારત સામે ખડક્યો ૨૨૫ રનનો સર્વોચ્ચ સ્કોર.5:15 PM IST
રાધિકા આપ્ટે અને કીર્તિ સુરેશ અભિનીત આગામી વેબ સિરીઝ 'અક્કા'ની માતૃસત્તાક દુનિયાની રોમાંચક ઝલક આવી સામે: ગેંગસ્ટર ડ્રામામાં જોવા મળશે બે શક્તિશાળી મહિલા હરીફો વચ્ચેનો ખતરનાક જંગ : દક્ષિણ ભારતના એક વિશિષ્ટ સમુદાયના સંશોધન પર આધારિત આ અનોખી વાર્તામાં સત્તા, વારસો અને દુશ્મનાવટનું અદ્ભુત મિશ્રણ; આગામી ૩૦ ઓક્ટોબરે OTT પર થશે ભવ્ય પ્રીમિયર.8:26 PM IST
મનોરંજન પ્રેમીઓ માટે વીકએન્ડ બનશે સુપર ધમાકેદાર: આ શુક્રવારે થિયેટરો અને ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ધમાકો મચાવવા આવી રહી છે ૮ શાનદાર ફિલ્મો અને વેબ સિરીઝ : સિનેમાઘરોમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની કોમેડી-ડ્રામા ફિલ્મ 'ઉડતા તેર' થશે રિલીઝ; તો બીજી તરફ ઓટીટી પર સસ્પેન્સ, ક્રાઈમ અને રોમાંચનો જાદૂ રહેશે છવાયેલો.7:20 PM IST
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા વરુણ ધવનનો એવોર્ડ શોની વર્તમાન સિસ્ટમ પર મોટો કટાક્ષ: ફિલ્મો અને ટેકનિશિયનોને બદલે અન્ય બાબતો તરફ ધ્યાન વળતા IIFA 2027માં મોટા બદલાવ લાવવાની કરી જોરદાર માંગ : અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે આગામી ૨૨ અને ૨૩ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ યોજાનાર આઇફા (IIFA) એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન અને કરીના કપૂર ખાન સહિતના દિગ્ગજ સિતારાઓની ભવ્ય ઉપસ્થિતિ.8:58 PM IST
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને મોટો ઝટકો: દિલ્હી હાઈકોર્ટે આગામી ફિલ્મ 'દૂસરા' ની રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી : વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલિટી રાઈટ્સ) ના ઉલ્લંઘન અંગે ગાંગુલી દ્વારા કરવામાં આવેલી માંગણી કોર્ટે ફગાવી; નિર્માતાઓએ નિયમ મુજબ બીસીસીઆઈ (BCCI) પાસેથી ફૂટેજના રાઈટ્સ લીધા હોવાની કરી દલીલ.7:27 PM IST
હિન્દી ઉચ્ચારણ અને ભાષાને લઈને થઈ રહેલી ટીકાઓ પર અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો આકરો અને સ્પષ્ટ જવાબ: 'હું દક્ષિણ ભારતમાંથી આવું છું, એટલે મારી બોલીમાં થોડી અસર રહેવાની જ!' : બોલિવૂડમાં પોતાના અભિનયથી ધૂમ મચાવતી લોકપ્રિય અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા પોતાની સાંસ્કૃતિક ઓળખ પર ગર્વ વ્યક્ત કર્યો; ભાષાકીય વિવિધતાને સ્વીકારવા પર ભાર મૂક્યો.6:51 PM IST
રણબીર કપૂર અને યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો બોક્સ ઓફિસ પર જબરદસ્ત ક્રેઝ: રિલીઝના ૧૪ દિવસ પહેલાં જ એડવાન્સ બુકિંગે વટાવી ₹૫.૩૩ કરોડની કમાણી! : નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ પૌરાણિક મહાકાવ્ય આધારિત ફિલ્મની ૧.૨૮ લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે; દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં દર્શકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો.4:15 PM IST

































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































