તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Monday, 16th September 2024
ઉપલેટામાં ૧૦૮ બોટલ દારૂ સાથે રોનક ઘાડીયા પકડાયો : રૂરલ એલસીબીનો દરોડો
ભાવનગરના દિલીપ ત્રીવેદીનું નામ ખુલતા શોધખોળ

રાજકોટ, તા.૧૫: ઉપલેટામાં રૂરલ એલસીબીએ દરોડો પાડી ( દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડ પ્રોહી-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેકટ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષીને મળેલ સંયુકત હકીકત આધારે ઉપલેટા જીરાપા પ્લોટમાં રોનક ઉર્ફ રાજુભાઇ પરષોતમભાઇ ઘાડીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૧ લીટરની બોટલો નંગ ૧૦૮ કિ.૬૭,૫૦૦ તથા મોબાઇલ મળી કુલ ૭૭,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પકઠોલ રોનકે દારૂનો જથ્થો ભાવનગરના દિલીપ ત્રિવેદીએ મોકલ્યાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સપેકટર શ્રી વી.વી.ઓડેદરા, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અનીલભાઇ બળકોદીયા, દીવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા હરેશભાઇ પરમાર તથા ડ્રો.પો.કોન્સ અબ્દુલભાઇ શેખ જોડાયા હતા
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
